કર્ણાટકના સીએમ કુમારસ્વામીનો રાજનેતાઓની મજાક મામલે મીડિયાને સવાલ, શું અમે તમને કાર્ટૂન જેવા લાગીએ છીએ?
બેંગાલુરુ: કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ રવિવારે મીડિયા પર ખૂબ નિશાન સાધ્યું છે. કુમારસ્વામીએ મીડિયા પર પોતાની ભડાસ કાઢતા રાજનેતાઓની મજાક ઉડાવવાની બાબતની ટીકા કરી છે.
તેમણે કહ્યુ છે કે તેઓ મહેસૂસ કરે છે કે આના પર નિયંત્રણ માટે કાયદો લાવવાની જરૂરત છે. મૈસુર ખાતે એક સાર્વજનિક બેઠકને સંબોધિત કરતા કુમારસ્વામીએ ન્યૂઝચેનલોને સવાલ કર્યો હતો કે તમે રાજનેતાઓ સંદર્ભે શું વિચારો છો? તમે એ વિચારો છો કે અમે આસાનીથી મજાક ઉડાવવા માટે ઉપલબ્ધ છીએ ? શું અમે તમને કાર્ટૂન કેરેક્ટર જેવા લાગીએ છીએ? તમને કોણે તમામ બાબતોને મજાકિયા લહેજામાં રજૂ કરવાની શક્તિ આપી છે. તો કુમારસ્વામીએ કેદારનાથ અને બદરીનાથ જવા માટે વડાપ્રધાન મોદીની ટીકા પણ કરી છે.
કુમારસ્વામીએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના લાંબા સમય સુધી જળવાઈ રહેલા પર સવાલ ઉઠાવવા બદલ પણ મીડિયાની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે આ ગઠબંધન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુભેચ્છાઓ સાથે આગળ વધારતા રહેશે.