- જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
- બાળકોને કસ્ટડીમાં લેવાનો મામલો
- બાળકોને લઈને અદાલતમાં સુનાવણી થશે
- CJI કહ્યું ,તે પોતે શ્રીનગર આવશે
જમ્મુ-કાશ્મીરઃ-સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ જમ્મુ-કાશમીરમાં કસ્ટડીમાં લેવામાં આવી રહેલા બાળકોને લઈને સુનાવાણી થશે,અદાલતમાં અરજી દાખલ કરનાર તરફથી કહેવામાં આવ્યું કે,ખીણ વિસ્તારોમાં 10 થી 18 વર્ષના બોળકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે, મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ ફરિયાદ કરનારને હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવાનું કહ્યું, તે સાથે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પાસેથી આ વિષયના રિપોર્ટ પણ માંગ્યા.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ કહ્યું કે,જો લોકો હાઈ કોર્ટ સુધી નથી આવી શકતા એટલે આ મામલો ખુબ જ ગંભીર છે,હું પોતે શ્રીનગરની મુલાકાત લઈશ,તેમણે વધુંમાં કહ્યું કે,તે પોતે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના જસ્ટીસ સાથે વાત કરશે.
અરજી દાખલ કરવાર વ્યક્તિ કહ્યું કે, બાળ કાર્યકર્તાઓ માટે આ સમયે હાઇકોર્ટમાં જવું ખૂબ મુશ્કેલ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે તમે કારણો જણાવશો કે કેમ અહિયા સુધી બાળકોનું પહોચવું મુશ્કેલ છે? જો ખરેખર બાબત છે તો આ મુદ્દો ખુબ ગંભીર છે.
ચીફ જસ્ટીસ ગોગોઈ કહ્યું કે,તેઓ પોતે જમ્મુ-કાશ્મીરના જજ પાસે સંપુર્મ વિગતવાર માહિતી માંગશે, મામલો ગંભીર જણાઈ રહ્યો છે,આ બાબતે કી વકીલ પાસે નહી પરંતુ સીધેસીધા હાઈકોર્ટના જસ્ટીસ પાસે વાત સાંભળશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં સોમવારે જમ્મુ-કાશ્મીર સંબંધિત 8 અરજીઓની સુનાવણી થઈ હતી. આ માટે કેટલાક કેસોમાં કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને પણ નોટિસ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે,જો કે, કોર્ટે હજુ સુધી જમ્મુ-કાશ્મીરમાં સંચાર માધ્યમને લઈને કોઈ આદેશ આપ્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં કેન્દ્ર સરકાર સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લઈને આગળ વધવું જોઈએ.