Video: સેલ્ફી લેવા આવેલા યુવકને હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ધક્કો મારી બાજૂમાં હડસેલ્યો
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સેલ્ફી લેવા આવેલા યુવકના હાથને હડસેલો મારતા દેખાઈ રહ્યા છે. તેના પછી મુખ્યપ્રધાન ખટ્ટર સાથે ચાલી રહેલા કેટલાક લોકોએ તે યુવકને આરામથી પાછળ કર્યો હતો. આ ઘટના કરનાલની હોવાનું જણાવવામાં આવે છે. અહીં મુખ્યપ્રધાન મનોહરલાલ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા.
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર કરનાલમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. તે વખતે તે લોકોનું અભિવાદન સ્વીકાર કરતા જઈ રહ્યા હતા. પરંતુ ત્યારે એક યુવકે તેમની સામે આવીને પહેલા તો મુખ્યપ્રધાનના ચરણસ્પર્શ કર્યા અને બાદમાં સેલ્ફી લેવા માટે ફોન આગળ કર્યો હતો.
આ ઘટનાક્રમમાં મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર નારાજ થઈ ગયા અને તેમણે યુવકનો હાથ હડસેલીને તેને બાજૂમાં કર્યો હતો. આ ઘટના બાદ ખટ્ટરની સાથે ચાલી રહેલા લોકો પણ અવાચક બની ગયા. જો કે બાદમાં આ લોકોએ યુવકને આરામથી પાછળ કરી દીધો હતો.
આ પહેલા ફેબ્રુઆરી-2019માં પણ મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જનતાની વચ્ચે જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે સમયે તેમને મળવા આવેલા એક વૃદ્ધ દંપત્તિ પર તેઓ ગુસ્સે થયા હતા. મહત્વપૂર્ણ છે કે તે દંપત્તિ 19 લાખની છેતરપિંડીની ફરિયાદ લઈને મુખ્યપ્રધાન પાસે પહોંચ્યા હતા. મુખ્યપ્રધાનની આ નારાજગીનો વીડિયો પણ કેમેરામાં કેદ થઈ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને તેવામાં મનોહરલાલ ખટ્ટર ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. આ પહેલે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ખૂબ સારો દેખાવ કર્યો હતો.