પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી! CWC પહેલા થરુર-અમરિન્દર બાદ દક્ષિણ ભારતમાંથી ઉઠી માંગ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ વી. હનુમંતરાવે મંગળવારે માગણી કરી છે કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે. અવિભાજીત આંધ્રપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાવે કહ્યુ છે કે પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો. તેમણે કહ્યુ છે કે માત્ર પ્રિયંકા ગાંધી જ આખા દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે છે. હનુમંત રાવે કહ્યુ છે કે યુપીના સોનભદ્ર મામલામાં તાજેતરમાં તેમની સક્રિયતાથી પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કોઈ યુવા નેતાને પસંસદ કરવાની વકીલાત કરી ચુકેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે સોમવારે કહ્યુ હતુ કે પ્રિયંકા ગાંધી વાડ્રા આ પદ માટે બિલકુલ યોગ્ય હશે. પાર્ટીના મહાસચિવ પર પુરો ભરોસો વ્યક્ત કરતા તેમણે ક્હયુ હતુ કે જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે, તો ચારે બાજૂથી તેમને ટેકો મળશે. તેમણે ક્હ્યુ હતુ કે પાર્ટીની બાગડોર પોતાના હાથમાં લેવા માટે પ્રિયંકા બિલકુલ યોગ્ય પસંદ હશે. પરંતુ આ બધું સંપૂર્ણપણે કોંગ્રેસ વર્કિંગ કમિટી પર નિર્ભર કરે છે. સીડબલ્યૂસી જ આ મામલા પર નિર્ણય કરવા માટે અધિકૃત છે. અમરિન્દરસિંહના નિવેદન સંદર્ભેના સવાલ પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ સંસદભવન પરિસરમાં પત્રકારોને ક્હયુ હતુ કે પાર્ટી એવા મામલાઓ પર પોતાનો જાહેર અભિપ્રાય ધરાવે છે, જે પાર્ટીનો આંતરીક મામલો નથી હોતો. જ્યાં સુધી પાર્ટીના આંતરીક મામલાનો સંબંધ છે, તેમના ઉપર દરેક કાર્યકર્તાને, દરેક નેતાને અધિકાર છે કે તેઓ પોતાનો અભિપ્રાય રાખી શકે છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા શશી થરુર અને કે.સી. વેણુગોપાલે પણ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા મામલે તેમનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધીએ 25 મેના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. અત્યાર સુધી અધ્યક્ષ પદને લઈને કંઈપણ નિર્ધારીત થઈ શક્યું નથી. જો કે કોંગ્રેસ પાર્ટીની અંદર જ પ્રિયંકા ગાંધીના પક્ષમાં મહોલ બનતો દેખાય રહ્યો છે.