1. Home
  2. revoinews
  3. ગુજરાતના નારાયણ સરોવર પાસેથી વધુ એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું
ગુજરાતના નારાયણ સરોવર પાસેથી વધુ એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

ગુજરાતના નારાયણ સરોવર પાસેથી વધુ એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

0
Social Share

હાલ ગુજરતમાં થોડા સમય પહેલાજ કચ્છના જખૌ સરોવર પાસેથી કરોડો રુપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો આ ઘટનામાં પકડાયેલા ઈસમાએ કેટલાક ડ્રગ્સના પેકેટો દરિયામાં ફેક્યા હતા ત્યારે બીએસએફના જવાનોએ કરેલી શોધખોળમાં ત્યાથી 14 જેટલા પેકેટ મળી આવ્યા હતા ત્યારે વાયુ નામક જે વાવાઝોડું આવ્યું હતું જેને લઈને આગળની તપાસ અટકાવી દેવમાં આવી હતી.

રવિવારે મોડી સાંજે લક્કી નાલા પાસે  વધુ એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે ત્યારે બીએસએફના જવાનોએ આ ડ્રગ્સનું પેકેટ ક્યાથી આવ્યું તે માટે કાર્યવાહી હાથ ધરી છે  

જ્યારે શંકાઓ સેવાઈ રહી છે કે અતિભારે પવન ફૂંકાતા આ ડ્રગ્સનુ પેકેટ કિનારે આવી પહોંચ્યું હશે ત્યારે બીએસએફએ પોતાની શોધખોળને પ્રબળ બનાવી છે છેલ્લા 3 દિવસથી સર્ચઓપરેશન તેજ બન્યું છે.

જ્યારે અહિના જંગલોમાં આ પેકેટને શોધવું પડકારજનક કામ હોવા છતાં અટપટ્ટા નાલાઓના કોઠાને ભેદી આ શોધખોળ અભીયાન ચાલી રહ્યું છે. જેમાં ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સની ટુકડી પણ જોડાય તેવી સંભાવના સેવાઈ રહી છે  ત્યારે આ મળેલા ડ્રગ્સના પેકેટ વિશે બીએસએફના જવાનોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.આ પેકેટ તણાઈ ને આવ્યું છે કે પછી ખરેખર ફરી કોઈ ઈસમ દ્રારા લાવવામાં ાવ્યું છે તે અંગે હજુ તપાસ શરુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code