ગુજરાત રાજ્યમાં ફરી એક વાર વરસાદી મોહોલ જામ્યો છે.વરસાદી સિસ્ટમ શરુ થઈ ચુકી છે,આવનારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી 48 કલાક દરમિયાન દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે,ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.આ સિવાય રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શરુઆત થઈ ચુકી છે,ઘણી જગ્યોઓ પર વરસાદના છાટા શરુ થયા છે તો ઘણી જગ્યાઓ પર કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 45થી65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની પમ શક્યતાઓ સેવી રહી છે શ જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.અર્થાત અડધા ઓગસ્ટે વરસાદની ફરી શરુઆત થઈ રહી છે.
આ સાથે મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વરસાદની સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતથી શરૂ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શ્કયતા અતિ વધારે છે.હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી હોવાથી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાને નકારી ન શકાય.આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદની શર્આત થઈ ચુકી છે,ઇડર, વડાલી, તલોદ, પ્રાંતિજમાં વરસાદ. પોશીના, હિંમતનગર અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસવોનું શરુ થઈ ચુક્યું છે.