1. Home
  2. revoinews
  3. મે માસમાં ફરી એકવાર એક લાખ કરોડને પાર પહોંચ્યું જીએસટી કલેક્શન
મે માસમાં ફરી એકવાર એક લાખ કરોડને પાર પહોંચ્યું જીએસટી કલેક્શન

મે માસમાં ફરી એકવાર એક લાખ કરોડને પાર પહોંચ્યું જીએસટી કલેક્શન

0
Social Share

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ 2019-20ના બીજા માસમાં ફરી એકવાર જીએસટી સંગ્રહ એક લાખ કરોડને પાર પહોંચ્યો છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, મે માસમાં જીએસટી સંગ્રહ 1 લાખ 289 કરોડ રૂપિયા થયો છે. જો કે તે એપ્રિલની સરખામણીએ ઓછું હતું.

જેમાં સીજીએસટી 17811 કરોડ રૂપિયા, એસજીએસટી 24462 કરોડ રૂપિયા અને આઈજીએસટીથી 49891 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. જેમાં આયાતથી 24875 કરોડ રૂપિયા અને સેસથી 8125 કરોડ રૂપિયાનું કલેક્શન પણ સામેલ છે.

એપ્રિલમાં 1.13 લાખ કરોડ રૂપિયાના નવા રેકોર્ડ ઉચ્ચસ્તર પર તે પહોંચ્યુ હતું. તેના ગત મહીને જીએસટી કલેકશન 1.06 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જીએસટી મહસૂલ 113865 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં કેન્દ્રીય જીએસટી કલેક્શન 21163 કરોડ રૂપિયા રાજ્ય જીએસટી 28801 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 54733 કરોડ રૂપિયા અને કલેક્શન સંગ્રહ 9168 કરોડ રૂપિયા રહ્યો હતો.

એપ્રિલ-2018ની સરખામણીમાં એપ્રિલ-2019માં જીએસટી કલેક્શન 10.05 ટકા વધ્યું છે. ગત વર્ષ એપ્રિલમાં જીએસટી કલેક્શન 10359 કરોડ રૂપિયા રહ્યું હતું. સરકારે નિયમિત નિપટારા હેઠળ આઈજીએસટીમાંથી 20370 કરોડ રૂપિયાનો સીજીએસટી અને 15975 કરોડ રૂપિયાનો એસજીએસટી પણ એકઠો કર્યો હતો.

નાણાંકીય વર્ષ 2019-20માં સરકારે સીજીએસટીથી 6.10 લાખ કરોડ રૂપિયા અને વળતર ઉપકરથી 1.01 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આઈજીએસટીના 50 હજાર કરોડ રહેવાનું અનુમાન છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code