સ્ટ્રીટ વેન્ડર્સ માટે સરકારનું ઉમદા કાર્ય-‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ સામાન્ય દરે મળશે લોન
- હવે ફએરીયાઓને પણ મળશે લોન
- સરકાર લાવી રહી છે આ નવી યોજના
- પીએમ સ્વનિધિ યોજનામાં 10 હજારની મદદ મળશે
- ખુબ જ સામાન્ય દરે આ લોન મેળવી શકાશે
સામાન્ય રીતે લોન લેવી એટલે ખુબ જ મુશ્કેલ હોય છે,પુરાવા તરીકે કેટલીક વસ્તુ કે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડતા હોય છે,જે સામાન્ય માણસની ગજા બહારની આ વાત હતી,જેમ કે ગલીમાં ફરતા કંઈક વેંચતા ફેરીયાઓ,પાનના ગલ્લા ચલાવતા દુકાવનદારો કે પછી નાની નાની લારી ચલાવતા લોકો માટચે લોન લેવી સર નહોતી જ,ત્યારે હવે સરકારે આ તમામ લોકોને ધ્યાનમાં રાખીને તેમના પર વિચાર કર્યો છે.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ આ તમામ લોકોએ હવે લોન આપવામાં આવશે,સરકાર દ્રારા આ પ્રકારના વેન્ડર્સની મદદ કરવાના હેતુસર આ યોજના વિકસાવવામાં આવી છે,આયોજનામાં સરકારે 5 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરી છે,જેનો મહત્તમ લોકો ભાગ લઈ શકશે,અને સૌથા મહત્વની વાત એ છે કે,આ માટે સરકાર દ્રારા કોઈ મહત્વના કે ખાસ નિયમો લાગૂ કરાયા નથી.
આ યોજના હેઠળ 50 લાખથી વધુ લોકો તેનો લાભ મએળવી શકછે અંદાજે રપિયા 10 હજાર સુધી તેઓ ખુબ જ સરળ રીતે લોન લઈ શકશે,
આવનારી 1લી ઓગસ્ટથી કેન્દ્ર સરકાર દ્રારા યોજનાને લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વનિધિ યોજના હેઠળ 10 હજારની લોન હવે સામાન્યથી સામાન્ય ગણાતા લોકો મેળવી શકશે,ત્યારે લોકડીઉન બાદ આ વર્ગના લોકોને આ લોનથી ખુબ જ સહારો મળી રહેવાની આશા છે.
આ લોન મારફત મળેલા રુપિયાનો તેઓ ઘંધો શરુ કરવા માટે ઉપયોગ કરી શકે છે,આ સાથે જ ખુબ જ સામાન્ય દર સહીત લોન આપવામાં આવશે, કોરોના સંકટના સમયમાં લોકો માટે આ લોન આશીર્વાદ સમાન ગણાય તે મહત્વનું છે.
સાહીન-