સરકાર 10 લાખ મહિલાઓને ડિજીટલ ક્ષેત્રમાં સશક્ત બનાવશે – રોજગારીની તક અને કાર્યને પ્રોત્સાહન મળશે
- એક લાખ ગ્રામીણ મહિલાઓ ડિજીટલ ક્ષેત્રમાં સશક્ત બનશે
- આવનારા 10 મહિનાઓમાં સકાર મહિલાઓ માટે કરશે કાર્ય
- રોજગારી તક મેળવીને સશક્ત બનશે મહિલાઓ
- 70 કલાકની તાલિમ આપવામાં આવશે
કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રમાં મહિલાઓને પણ મહત્વનું સ્થાન આપી રહી છે, ત્યારે હવે આ ક્ષેત્રમાં મહિલાયોને શસક્ત બનાવવાની કેન્દ્ર સરકારની યોજના છે,આવનારા મહિનાઓમાં આ તમામા મહિલાઓને ડિજીટલ સાક્ષરતા, રોજગારથી સંકળાવવા, નૈનો ઉદ્યોગ સાહસિકતા અને સંદેશાવ્યવહાર કુશળતા જેવા વિષયોમાં 70 કલાકની તાલીમ આપવામાં આવશે.આ સમગ્ર યોજનામાં જે મહિલાઓની નોકરીઓ કોવિડ -19 ને કારણે પ્રભાવિત થઈ છે તે તમામાને સ્થાન આપવામાં આવશે.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રાલયના અધિકારીના કહ્યા પ્રમાણે, આ યોજનામાં વંચિત મહિલાઓને આ તાલીમ કાર્યક્રમ સાથે જોડવામાં આવશે.
આ તાલીમ માઇક્રોસફ્ટ દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્મ માટે ડિજિટલ સાક્ષરતા આધારિત અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખ અનંત મહેશ્વરીએ કહ્યું કે, કોવિડ -19 ને કારણે ભારતમાં ડિજિટલ પરિવર્તનને વેગ મળ્યો છે. આ તાલીમ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને નાણાંકીય સશક્તિકરણ પુરુવ પાડવામાં વધુ અસરકારક સાબિત થશે અને તે આગામી તબક્કામાં દેશને અનલોક કરવામાં ખુબ મદદ મળી રહેશે.
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીઈઓ, એમડી મનીષ કુમારે જાણકારી આપતા જણાવ્યું કે, ઇ સ્કિલ ઈન્ડિયા અને માઇક્રોસોફ્ટ વંચિત મહિલાઓની રોજગારીના અવસરને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરશે , જે તકનીકી કુશળતા અને સારું પ્રદર્શન કરે છે.
સાહીન-