1. Home
  2. revoinews
  3. કાશ્મીર પર OICનું વલણ ભારતને નામંજૂર, કહ્યું- આવું કરવાથી બચો
કાશ્મીર પર OICનું વલણ ભારતને નામંજૂર, કહ્યું- આવું કરવાથી બચો

કાશ્મીર પર OICનું વલણ ભારતને નામંજૂર, કહ્યું- આવું કરવાથી બચો

0
Social Share

ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન – ઓઆઈસીને જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો પ્રત્યે સમર્થનવાળા નિવેદન પર અસંમતિ વ્યક્ત કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર ઓઆઈસીના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી અને તે ભારતનું એક અભિન્ન અંગ છે.

મહત્વપૂર્ણ છે કે શુક્રવારે મક્કામાં યોજાયેલી ઓઆઈસીની 14મી બેઠકમાં મુસ્લિમ દેશોના ઘણાં નેતાઓ સામેલ થયા હતા. વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ હતુ કે મક્કામાં યોજાયેલા શિખર સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ જમ્મુ-કાશ્મીરના લોકોને આત્મનિર્ણયના અધિકાર માટે પોતાના સૈદ્ધાંતિક સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે.

ઓઆઈસીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનું એક અભિન્ન અંગ છે અને તેની સાથે જોડાયેલો મામલો ઓઆઈસીના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. અમે 31 મેએ સાઉદી અરેબિયાના મક્કામાં ઓઆઈસીની 14મી બેઠકમાં મંજૂર આખરી નિવેદનમાં ભારતના અભિન્ન અંગ સંદર્ભે અસ્વીકાર્ય ઉલ્લેખને ફરી એકવાર નામંજૂર કર્યો છે.

રવીશ કુમારે આગળ કહ્યુ છે કે ભારત એ વાતનો પુનરોચ્ચાર કરે છે કે ઓઆઈસીએ આવા અવાંછિત ઉલ્લેખોથી બચવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે ઓઆઈસીમાં 57 સદસ્ય દેશોમાં છે. જેમાના 53 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો છે. શુક્રવારે મક્કામાં યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બેઠકમાં કાશ્મીરના સંદર્ભમાં કથિત માનવાધિકારોના હનનનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. ભારતમાંથી ત્યાં સંયુક્ત રાષ્ટ્ર પંચ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનને જવા દેવાની મંજૂરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ પહેલા પણ માર્ચમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ છે અને ભારત માટે આ સંપૂર્ણપણે આંતરીક મામલો છે.

આ પહેલા ઓઆઈસીમાં ભારતને મોટી જીત મળી હતી, જ્યારે માર્ચમાં યુએઈની રાજધાની અબુ ધાબીમાં થયેલી બેઠકમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજને બોલાવવાને કારણે પાકિસ્તાન ખફા હતું. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશી તે બેઠકમાં સામેલ થયા ન હતા અને તેને ભારતની કૂટનીતિક જીત તરીકે જોવામાં આવતું હતું.

મહત્વપૂર્ણ છે કે આ બેઠક ત્યારે થઈ હતી કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. 14મી ફેબ્રુઆરીએ પુલવામા એટેકના જવાબમાં ભારતે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. તેના પછી પાકિસ્તાનના યુદ્ધવિમાન ભારતમાં ઘૂસવાની કોશિશ કરી ચુક્યા હતા. જો કે બારતીય વાયુસેનાએ પાકિસ્તાનની આવી કોશિશને નિષ્ફળ બનાવી હતી. તે વખતે મિગ-21 ક્રેશ થતા તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઈજેક્ટ થયા હતા અને તેથી તે તેની કસ્ટડીમાં ચાલ્યા હતા. જો કે બાદમાં ભારતે વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરાવી લીધા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code