ગૂગલ ડોક્યુમેન્ટ્સ માટે આવ્યું આ ફીચર
- ગૂગલ ડોક્યુમેન્ટ્સ માટે આવ્યું ડાર્ક મોડ ફીચર
- ડાર્ક થીમ ડોક્યુમેન્ટ બ્રાઉઝર ફ્રન્ટ પેજ પર લાગુ
- યુઝર્સને ગૂગલ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સમાં નવી થીમ્સ જોવા મળશે
મુંબઈ: ગૂગલે તેની ઘણી એપ્લિકેશનો માટે ડાર્ક થીમ્સ રોલઆઉટ કરી છે. હવે સર્ચ એન્જિન કંપનીએ ડોક્યુમેન્ટ્સ, શીટ્સ અને ફાઇલોને ચલાવતી ગૂગલ ઓફિસ એપ્લિકેશન માટે પણ આ ફીચરને રોલ આઉટ કરી દીધી છે. ડાર્ક થીમ ડોક્યુમેન્ટ બ્રાઉઝર ફ્રન્ટ પેજ પર લાગુ કરવામાં આવ્યું છે. એડિટ બેકગ્રાઉન્ડમાં ડાર્ક થીમ ફક્ત ડોક્સ અને શીટ્સ પર લાગુ થાય છે. જોકે સ્લાઇડ્સ પહેલાથી જ બેકગ્રાઉન્ડનો કલર બદલી શકે છે
ગૂગલ એપ્સ પર ડાર્ક થીમ્સનો ઉપયોગ કેવી રીતે કરવો?
ગૂગલ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ માટે એન્ડ્રોઇડની સિસ્ટમ-વાઈડ સેટિંગનો ઉપયોગ કરે છે, જે મોટાભાગના યુઝર્સને એન્ડ્રોયડ 10 અથવા તેના પછીનાં મોબાઇલ ફોન માટે ઉપલબ્ધ હશે. યુઝર્સ એ મેનૂ> સેટિંગ્સ> થીમ> ડાર્ક પર જઈને એપ્લિકેશનમાં થીમને વ્યક્તિગત રૂપે એક્ટીવેટ કરવી પડશે.
જો તમે ડાર્ક થીમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે હંમેશાં લાઇટ થીમમાં મોર> વ્યુનો ઉપયોગ કરીને લાઈટ થીમમાં દસ્તાવેજનું પૂર્વાવલોકન કરી શકો છો. આ પહેલા ગૂગલે જીમેલ માટે આ પ્રકારનો જ વિકલ્પ આપ્યો હતો. કેટલાક અન્ય પ્લેટફોર્મ પર પણ તાજેતરમાં જ ડાર્ક થીમ રોલ આઉટ કરવામાં આવી છે. આ દિવસોમાં મોટાભાગના સ્માર્ટફોન ડાર્ક મોડને લાગુ કરવાના વિકલ્પ સાથે આવી રહ્યા છે.
હમણાં માટે ગૂગલે તમામ G Suite ગ્રાહકો અને પર્સનલ એકાઉન્ટ્સ માટે ડાર્ક થીમ રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આવતા બે અઠવાડિયામાં યુઝર્સને ગૂગલ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સમાં નવી થીમ્સ જોવા મળશે.
_Devanshi