1. Home
  2. revoinews
  3. કોરોના સંક્ટ વચ્ચે બેંકના કર્મીઓ માટે સારા સમાચાર- વેતનમાં 15 ટકાનો વધારો – જે વર્ષ 2017થી અમલી ગણાશે
કોરોના સંક્ટ વચ્ચે બેંકના કર્મીઓ માટે સારા સમાચાર- વેતનમાં 15 ટકાનો વધારો – જે વર્ષ 2017થી અમલી ગણાશે

કોરોના સંક્ટ વચ્ચે બેંકના કર્મીઓ માટે સારા સમાચાર- વેતનમાં 15 ટકાનો વધારો – જે વર્ષ 2017થી અમલી ગણાશે

0
Social Share
  • કોરોના યુગમાં બેંક કર્મચારીઓ માટે ખુશખબર
  • 15 ટકા પગાર વધારો મળશે
  • આ પગાર વધારો 2017 નવેમ્બરથી અમલમાં ગણાશે
  • બેંકને આ માટચે કરોડો રુપિયા ચુકવવાના રહેશે

સમગ્ર દેશ કોરાના સંક્ટ વચ્ચે જીવી રહ્યો છે,જેના કારણે કારણે કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓની છંટણી પણ કરી રહી છે ,તો કેટલીક કંપનીઓ દ્રારા  પગારમાં કાપ પણ મુકવામાં આવતો હોય છે,તો વળી કેટલાક લોકોને કેટલાય મહિનાઓથી પગાર મળ્યો નથી એવી પણ નાની મોટી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આ સમગ્ર કોરોના કાળ વચ્ચે સરકારી બેંકના કર્મચારીઓના પગારમાં સરકાર દ્રારા 15 ટકા પગારનો વધારો થવા જઈ રહ્યો છે જેને લઈને બેંક કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સાથે જ તમામ કર્મચારીએ કરેલા કામ મુજબ તેઓને ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે,આ સાથે જ મહત્વની બાબત એ છે કે,આ 15 ટકાનો પગાર વધરો આ વર્ષથી નહી પરંતુ વર્ષ 2017થી આપવામાં આવશે,એટલે કે તમામ સરકારી બેંકના કર્મચારીને આ 15 ટકા પગાર વધરો 2017ના નવેમ્બર મહિનાની ગણતરીથી આપવામાં આવનાર છે, જેથી હવે કર્મચારીઓને એરિસર્સનો લાભ મળનાર છે ,જેને લઈને હાલના સંકટમાં પણ બેંક કર્મીઓ ખુશ જોવા મળશે.

આ સમગ્ર બાબતે છેલ્લા કેટલાક વર્ષોથી બેંક દ્રારા પગાર વધારો કરવાની માંગ કરવામાં આવી હતી,જો કે કેન્દ્ર દ્રારા આ અંગે કોઈ ચોક્કસ જવાબ આપવામાં નહોતો આવતો,આ બાબતને લઈને રસાકસી ચાલી રહી હતી, આ સાથે જ બુધવારના રોજ બેંક કર્મચારીઓનાં જુદા જુદા યુનિયન્સ અને ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને 11મા તબક્કે અનેક ચર્ચાઓને પૂર્ણાહુતિ આપી હતી અને સમજોતો કરી 15 ટકા પગાર વધારવાની કર્મચારીઓની માંગણીને લીલી ઝંડી મળી હતી.

બેંકો પર હવે આ પગાર વધારવાની વાતનો બોજ ચોક્કસ આવશે તે વાતની નવાઈ નહી,પગાર વધવાના કારણે અંદાજે 988 કરોડ જેટલા રુપિયા બેંકોએ તેમના કર્મટારીઓ પાછળ ચુકવવા પડશે,

આ સમગ્ર બાબતે બ્લૂમબર્ગે આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2017ના માર્ચ મહિનાની 31મી તારીખથી એટલે કે વર્ષ 2017ના શરુ થતા નવા નાણાંકીય વર્ષથી આ પગાર વધારાને અમલમાં મુકવામાં આવશે.

છેલ્લી વખત વર્ષ 2012માં બેંક કર્મચારીઓનો પગાર વધ્યો હતો ત્યાર બાદ હવે લાંબો સમયગાળો એટલે કે પાંચ વર્ષ પછી હવે વર્ષ 2017થી 2022 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે આ પંદર ટકા પગાર વધારાનો નિર્ણય લેવાયો છે

જો કે બેંક યુનિયન્સ મારફત તો 15 ટકા નહી પરંતુ 20 ટકા પગાર વધારાની રજુઆત થઈ હતી ,તો બીજી તરફ ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને સવા બાર ટકા પગાર વધારાની માંગ રજુ કરી હતી

વિતેલા બે વર્ષ દરમિયાન પગાર વધારાની વાતને લઈને સરકાર સાથે અનેક વાતાઘાટો શરુ હતી જે હને ફાઈનલ નિર્ણયમાં પરિણામી છે અને 15 ટકા વેતન વધારાને મંજુરી આપવામાં આવી ચૂકી છે,પગાર વધારાની બાબતે બેંક યુનિયન્સ દ્રારા હડતાળ કરવાની ચીમકી પણ અવાર નવાર ઉચ્ચારવામાં આવી હતી અને છેવટે કોરોના જેવા સંકટના કાળમાં પણ સરકારે તેમની આ માંગને 15 ટકા પગાર સાથે મંજુરી આપી છે.જેને લઈને સરકારી બેંકના કર્મચારીઓમાં સંતોષ જોવા મળ્યો હતો.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code