બેંક કર્મીઓ માટે ખુશ ખબર – 8.5 લાખ બેંક કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો થશે
- બેંક કર્મીઓ માટે ખુશ ખબર
- 8.5 લાખ બેંક કર્મચારીઓનો 15 ટકા પગાર વધશે
- પગાર વધારો વર્ષ 2017 1લી નવેમ્બરથી લાગુ ગણાશે
- યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો અને બેંક સ્ટાફ ફોર્સ ફેડરેશન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર
છેલ્લા કેટલાય સમયથી બેંકના કર્મચારીઓના પગાર વધારાને લઈને વાતોઘાટો ચાલી રહી હતી, જેમાં કોઈ સહમત હતું તો કોઈ નહી, ત્યારે હવે આ વાતોઘાટો સમાપ્ત થઈ ચૂકી છે અને બેંકના કર્મીઓને 15 ટકા પગાર વધારાની બાબતને સહમતિ મળી ચૂકી છે.
સરકારી ક્ષેત્રના 8.5 લાખ બેંક કર્મચારીઓને આ દિવાળીમાં પાંચ વર્ષ માટે 15 ટકાનો પગાર વધારો મળવા પાત્ર છે. આ કરાર ભારતીય બેંકોના કર્મચારી મંડળ અને અધિકારીઓની સંઘ સાથેની વાટાઘાટો બાદ આ બાબતે સહમતિ બનવા પામી છે.
આ લેવામાં આવેલા નિર્ણયથી બેંકો એ 7 હજાર 898 કરોડ રુપિયાનો ભાર વેઠવો પડશે, આઈબીએના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ મહેતાએ વિતેલા દિવસને બુધવારના રોજ જણાવ્યું હતું કે, ભારતીય બેંક સંઘ યૂનિયનો અને અધિકારી સંઘ સાથે પગાર વધારાની બાબતે સહમતિ સંમ્પન્ન કરવાની ઘોષણા કરવામાં આવે છે.
આ પગાર વધારો વર્ષ 2017 , 1 લી નવેમ્બરથી અસરકારક બનશે, આ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો અને બેંક સ્ટાફ ફોર્સ ફેડરેશન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સાહીન-