ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020નો રિપોર્ટ રજુ કરાયો – ભારત 94 માં ક્રમ પર
- ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020
- ભારતનું સ્થાન 94 મું
- રિપોર્ટમાં કુલ 107 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020 નો રિપોર્ટ રજુ કરવામાં આવી ચૂક્યો છે. આ રિપોર્ટમાં કુલ 107 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભારત 94 મા ક્રમ છે. આ રજુ કરવામાં આવેલી યાદીમાં ભારત કેટલાક પડોશી દેશોથી પાછળ જોવા મળી રહ્યું છે. આ દેશોમાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 27.2 સ્કોર સાથે ભઆરત ભૂખની બાબતે ખૂબ ગંભીર સ્થિતિમાં જોવા મળ્યું છે, જ્યારે વિત્લા વર્ષના રિપોર્ટમાં ભારત કુલ 117 દશોમાં ભારતનું 102મું સ્થાન હતું , જો કે પાછલા વર્ષની સરખામણીમાં ભારતનું રેન્ક સુધરેલું જોવા મળ્યું છે પરંતુ આ વર્ષે દેશોની સંખ્યા પણ ઓછી જોવા મળે છે.
રજુ થયેલા રિપોર્ટ પ્રમાણે ભારત દેશની અંદાજે 14 ટકા જનસંખ્યા કૂપોષણનો શિકાર બની છે આ સાથે જ ભારતના બાળકોની જો વાત કરવામાં આવે તો, બાળકોનો સ્ટન્ટિંગ રેટ 34, 4 ટકા જોવા મળ્યો છે, સ્ટન્ડ અર્થાત એવા બાળકો કે જની લેબાઈ તેમની ઉમરની સરખામણીમાં ઓછી હોય છે,આ સ્થિતિના કારણે તેમના શરીર પર કુપોષણનો ભાર વધારેલપડતો જોવા મળતો હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સના એહવાલમાં પાકિસ્તાન 88મા સ્થાન પર. નેપાળ 73મા સ્થાન પર, બાંગલા દેશ 75મા સ્થાન પર અને શ્રીલંકા 64મા સ્થાન પર આવ્યા છે.
સાહીન-