‘અર્બન નક્સલ’ ગૌતમ નવલખાના હિઝબુલ મુજાહિદ્દીન અને કાશ્મીરી ભાગલાવાદીઓ સાથે સીધા સંબંધ: મહારાષ્ટ્ર સરકાર
ભીમા કોરેગાંવ કેસમાં આરોપી અર્બન નક્સલ ગૌતમ નવલખા સંદર્ભે વધુ એક ખુલાસો થયો છે. પુણે પોલીસે પોતાના રિપોર્ટમાં બુધવારે બોમ્બે હાઈકોર્ટની સામે દાવો કર્યો છે કે ગૌતમ નવલખા હિઝબુલ મુજાહિદ્દીન અને ઘણાં કાશ્મીરી ભાગલાવાદીઓના સંપર્કમાં હતો. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેની ખંડપીઠે, જો કે નવલખાની ધરપપકડ પર લાગેલી રોક આગામી આદેશ સુધી લંબાવી દીધી છે.
આ મામલામાં સુનાવણી ગુરુવારે પણ ચાલુ રહેશે. રાજ્ય સરકાર તરફથી વકીલ અરુણા પઈએ કોર્ટમાં પુણે પોલીસની ચાર્જશીટના આધારે કહ્યુ કે ભીમા કોરેગાંવની તપાસમાં એ નીકળીને આવ્યું છે કે પાકિસ્તાની આતંકી સંગઠન દ્વારા માઓવાદીઓને હથિયાર સપ્લાઈ કરાવવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બર, 2017ના રોજ પુણેમાં એલગાર પરિષદે સંમેલનનું આયોજન કર્યું હતું. તેમા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. તેના આગામી દિવસે પુણેના ભીમા કોરેગાંવમાં હિંસા થઈ હતી. તેના પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 28 ઓગસ્ટ- 2018ના રોજ પોલીસે દરોડાની કાર્યવાહી કરીને ઘણાં ડાબેરી અર્બન નક્સલીઓની ધરપકડ કરી હતી. આમા ગૌતમ નવલખાનો પણ સમાવેશ થતો હતો.
મહત્વપૂર્ણ છે કે અર્બન નક્સલ કેસના આરોપી ગૌતમ નવલખાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેના પર નોંધવામાં આવેલા મામલાને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે તેના પર મહારાષ્ટ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર તરફથી વકીલ અરુણા પઈએ કહ્યુ હતુ કે ભીમા કોરેગાંવની તપાસ દરમિયાન પુણે પોલીસને આરોપી રોના વિલ્સન અને સુરેન્દ્ર ગણ્ડલિકના લેપટોપમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા છે. તેનાથી જાણકારી મળે છે કે ગૌતમ નવલખા અને કેટલાક નક્સલ સમૂહ 2011થી જ પાકિસ્તાનના આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સંપર્કમાં હતા. આ સિવાય 2011થી 2014 દરમિયાન ગૌતમ નવલખા કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની અને શકીલ બક્ષીના પણ સંપર્કમાં હતો.
મહત્વપૂર્ણ છે કે માઓવાદોની સાથે સંબંધોનો લઈને પુણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગૌતમ નવલખાએ સરકાર પર આરોપ લગાવ્યા હતા. નવલખાનું કહેવું હતું કે તેની વિરુદ્ધ નોંધવામાં આવેલા મામલા સત્તા ખાસ કરીને મોદી વિરોધીઓને નિશાન બનાવવા માટેની સરકારની રાજકીય ચાલ છે.
જો કે બાદમાં નવલકાને કોર્ટે વચગાળાના જામીન આપી દીધા હતા. પરંતુ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગૌતમ નવલખાની ધરપકડ પર આપવામાં આવેલી વચગાળાની છૂટનો મહારાષ્ટ્ર સરકાર સતત વિરોધ કરતી રહી છે.