ભારતીય રેલવે વિભાગે ખુલાસો કર્યો છે કે ગરીબરથ ટ્રેનને બંધ કરવાનો કે રોકવાનો કોઈ જ પ્રસ્તાવ રજુ કર્યો નથી. આ ટ્રેન પૂર્વ રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવે ગરીબોને સ્સતી અને એસીની મુસાફરી મળી રહે તે હેતુસર તેની શરૂઆત કરી હતી.
પહેલા ખબર મળી હતી કે રેલવે મંત્રાલય દ્રારા આ ગરીબરથ ટ્રેન બંધ કરવામાં આવશે ત્યારે વાતને લઈને શુક્રવારના રોજ રેલમંત્રાલયે સ્પષ્ટીકરણ આપ્યું હતું કે ગરીબરથ ટ્રેનને રદ કરવાનો અમારો કોઈજ નિર્ણય નથી અને જો મંત્રાલય પ્રકારનો કોઈ પમ નિર્ણય લેશે તો યાત્રિયોને પહેલાથી જાણ કરવામાં આવશે. હાલતો ભારતીય રેલવે 26 કોચ વાળી આ ગરીબરથ ટ્રેનને ચલાવી જ રહી છે.
આ ટ્રેનની શરૂઆત 2006માં કરવામાં વી હતી તેનો મુખ્ય હેતું ગરીબોને સ્સતી મુસાફરી કરાવવાનો હતો ને ખુબજ ઓછા ભાડામાં એસીમાં બેસીને પણ અનેક લોકો મુસાફરી કરી શકે જેનું ભાડુ નેય ફાસ્ટ ટ્રેન કરતા 40 ટકા ઓછું છે ,એટલે કે ક સામાન્ય માણસ પમ ઓછા પૈસામાં ગરીબ રથ ટ્રેનામાં એસીમાં બેસીને સફર કરી શકે છે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાકે 140 કિમીની છે આ ટ્રેન રાજધાની અને અન્ય સુપર ફાસ્ટ ટ્રેનની બરાબરીમાં છે.
જો આ ટ્રેન રદ થાય કે પછી સુપર ફાસ્ટ અથવા તો મલ એક્સપ્રેસમાં બદલાય તો સામાન્ય લોકોને ફટકો પડી શકે છે પરંતુ રલવે મંત્રાલયના કહેવા મુજબ હાલ તો ટ્રેન સમયસર ચાલુંજ રહેશે.