હવેથી હિસ્ટ્રીશિટર વિકાસ દૂબે કેસ પોલીસ એકેડમી કોર્ષમાં સામેલ કરાશે
- આઈપીએસ અને પીપીએસના કોર્ષમાં હિસ્ટ્રીશિટર વિકાસ દૂબેને ભણાવાશે
- આ કેસનો સમાવેશ કરીને ભૂલનુ પરિવર્તન ન થાય તેના પર ધ્યાન અપાશે
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં ખુબ જ ચર્ચિત હિસ્ટ્રીશિટર વિકાસ દુબે કેસ હવે પોલીસ એકેડેમીના આઈપીએસ અને પીપીએસ અધિકારીઓના અભ્યાસમાં સમાવવામાં આવશે. આ સાથે જ્યોતિ હત્યાકાંડને પુસ્તકોના અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવશે.
આઈપીએસ અને પીપીએસ અધિકારીઓની તાલીમ અને અભ્યાસક્રમમાંને શ્રેષ્ઠ બનાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમણે સરકારને એક સૂચન આપ્યું છે.જે સૂચન મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યું છે.
હવેથી નવી બેચના આઇપીએસ અને પીપીએસ અધિકારીઓ આ સિલેબર્સને વાંચીને પોલીસીંગની વધુ સારી યુક્તિઓ શીખી શકશે. અધ્યયનમાં જણાવાયું છે કે, બિકરુ કાંડમાં પોલીસે હિસ્ટ્રી શૂટર વિકાસ દુબેને પકડવા ગઈ હતી ત્યારે તેણે 8 પોલીસ જવાનો પર હુમલો કરી તેની હત્યા કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસની ઘણી નબળાઇઓ બહાર આવી હતી. જેને હવે નવી બેંચને શીખવવામાં આવશે જેથી કરીને આવનારા ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારની ભુલની ગુંજાઈશ ન રહે.
આ ઘટના અંગે જીણવટચ ભર્યો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, આ વસ્તુનું ફરીથી પુનરાવર્તન ન પામે ,તેનો કઈ રીતે સામનો કરી શકાય તે અંગેની એક વિસ્તૃત માહિતી તૈયાર કરીને તંત્રને મોકલવામાં આવી હતી, આ પદ્ધતિથી તમામા ઓફિસરોને ભવિષ્યમાં સારુ કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવશે, જેના માટે આ અભ્યાસને તેમના પાઢ્યક્રમમાં સામેલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સાહીન-