આમિર ખાન અને કિરણ રાવના તલાક પર મિત્ર અમીન હાજીનો ખુલાસોઃ જાણો શું કહ્યું તેમણે આ કપલના તલાક અંગે
- આમિર-કિરણના તલાક પર મિત્ર અમીન હાજીનો ખુલાસો
- કહ્યું, ઘણા સમજાવ્યા તેઓને પરંતુ તેઓ ન માન્યા
મુંબઈઃ- બોલિવૂડમાં આમિર ખાન અને કિરણ રાવના તલાકની ચર્ચાએ જોરશોરમાં ચાલી રહી છે, ચાહકો પણ તેમના આ નિર્ણયને લઈને આશ્ચર્ય પામ્યા છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા થી લઈને સમાચાર જગતમાં પણ તેમના તલાકની ચર્ચાઓનું જોર જોવા મળે છે, આ સમગ્ર બાબતે હવે તેમના તલાકને લઈને આમિરખાનના નજીકના મિત્ર અમીન હાજીએ એક ખુલાસો કર્યો છે.
પરસ્ટાર આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા થઈ રહ્યા છે. બંનેએ પોતાનું નિવેદન પણ જાહેર કર્યું છે. આ દંપતીના 15 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. ત્યારે આ વાતને લઈને આમિર ખાનના નજીકના મિત્ર અમીન હાજી સહિતના ચાહકો પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા છે.
અમીન હાજીએ હવે આમિર અને કિરણ વચ્ચેના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે ‘ મને અને મારા પરિવારને આ બાબત લાંબા સમયથી ખબર હતી, પરંતુ બંને આજે એક બીજાથી અલગ થવાની જોહેરમાં ઘોષણા કરી છે ‘.
આમિર-કિરણનું માત્ર મૈરિટલ સ્ટેટસ બલાયું છે બાકી હાલ પણ સાથે છે – અમીન હાજી
અમિન કહે છે કે, ‘આ વાત માત્ર આમિર ખાન અને કિરણને જ ખબર હતી. આ મારા માટે એક મોટો સદમો છે. જ્યારે અમે વાત કરી ત્યારે ખબર પડી કે આમિર અને કિરણ તેમના પુત્ર આઝાદ સાથે કારગિલમાં છે.આથી વિશેક કે આજે સવારે જ કિરણે મને ત્રણેયનો ફોટો પણ મોકલ્યો હતો. મેં તે ફોટો મારા પરિવારને બતાવ્યો અને તેમને કહ્યું કે તેઓ હજી પણ સાથે છે, ફક્ત તેમની મૈરિયટ સ્ટેટસ બદલાઈ ગયું છે.
છૂટાછેડાના સમાચારો પર ભાવુક થતા અમીન હાજીએ કહ્યું હતું કે, ‘અમે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો કે, જો આ બાબતને સુલજાવી શકાય તો ફરી એક વખત તેઓ વિચાર કરીલે,મેં લગ્ન કર્યાં ત્યારે આમિર મારો બેસ્ટ મેન હતો અને કિરણ સાથે તેણે લગ્ન કર્યાં ત્યારે હું તેનો બેસ્ટ મેન હતો, જેથી તમે કલ્પના કરી શકો કે અમારા માટે તે કેટલો મોટો સદમો હશે