જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા: જવાનોએ ચાર આતંકીઓને કર્યા ઠાર
- જવાનોએ ચાર આતંકીઓને કર્યા ઠાર
- જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ
- ટ્રકમાં સંતાયેલા હતા આંતકી
- વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે સ્થિત નગરોટામાં બાન ટોલ પ્લાઝાની પાસે એન્કાઉન્ટર થયું હતું. ખરેખરમાં ગુપ્તચર એજન્સી પાસેથી બાતમી મળ્યા બાદ સુરક્ષાદળો બાન ટોલ પ્લાઝા નજીક નાકાબંધી કરીને વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા.
સવારે પાંચ વાગ્યાની આસપાસ એક ટ્રકમાં આતંકીઓનું જૂથ જમ્મુ-શ્રીનગર હાઇવે ઉપરથી કાશ્મીર જઇ રહ્યું હતું. ટ્રકને નાકા પર અટકાવી ચેકિંગ હાથ ધરી હતી. ચેકીંગ દરમિયાન ટ્રકમાં સવાર આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ કરતા આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ફરીથી સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષાદળોએ પણ પ્રતિક્રિયા આપીને ચારે આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેના કાંઠે નગરોટામાં સેનાના કેમ્પની સુરક્ષા કડક બનાવવામાં આવી છે. એન્કાઉન્ટરને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. જે ટ્રકમાં આતંકીઓ આવ્યા હતા, તેનો નંબર જમ્મુ-કાશ્મીરનો છે.
ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સર્ચ ઓપરેશન શરૂ છે. તો, બાન ટોલ પ્લાઝાના સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની એન્કાઉન્ટર બાદ ઉધમપુરમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે.
_Devanshi