1. Home
  2. ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર, વીડિયોકોનને લોન આપવાના મામલે થશે પૂછપરછ

ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર, વીડિયોકોનને લોન આપવાના મામલે થશે પૂછપરછ

0

ICICI બેંકની ભૂતપૂર્વ સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સમન્સ મોકલવામાં આવ્યા હતા. સમન્સ આપ્યા પછી બંને આજે EDની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા છે, જ્યાં તેમને વીડિયોકોનને લોન આપવા મામલે પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મામલો વીડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન આપવા સાથે સંકળાયેલો છે. ICICIએ 2009-2011ની વચ્ચે કંપનીને આ લોન ઇસ્યુ કરી હતી. ચંદા કોચર તે સમયે બેંકની પ્રમુખ હતી. ED આ મામલાની તપાસ કરી રહ્યું છે કે આ લોન આપવામાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર તો નહોતો થયો. PMLA હેઠળ આ મામલાની તપાસ થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.