સમગ્ર દેશભરમાં વરસાદના કારણે પૂરના હાલાત સર્જાયા હતા જેમાં દેશના કર્ણાટક તથા મધ્યપ્રદેશમાં પૂરના કારણે તારાજી સર્જાય હતી,કર્ણાટકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતીનું રુપ ઘારણ થયુ હતુ જેને લઈને લાખો લોકોના જીવન પર માઠી સર પડી છે, લોકોના હાલ બેહાલ થયા છે અનેક લોકોએ પોતાના માથેથી છત ગુમાવી છે,ઘરબાર તબાહ થઈ ચુક્યા છે,લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે તેવા હાલ કર્ણાટકમાં જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ આ પૂરના કારણે જીવ પમ ગુમાવ્યા છે,પૂર બાદની હાલત સામે રાજ્ય સરકારે પમ જાણે હારમાની લીધી છે અને મોદી સરકાર પાસે મદદની પૂકાર કરી છે.
ત્યારે પબર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે મદદની માગણી કરી છે,કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયૂરપ્પાએ નરેન્દ્ર માદી સરકાર પાસેથી 3 હજાર કરોડના રાહત પેકેજની માંગણી કરી છે પરિસ્થિતીને લઈને મુંખ્યમંત્રી યેદિયૂરપ્પા 16 ઓગસેટના રોજ દિલ્હી આવી શકે છે સાથે સાથે કેબિનેટ વિસ્તાર માટે ચર્ચા પણ કરવામાં આવશે. કર્ણાટકની કપરી સ્થિતી છે જેને લઈને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગવાની વારી આવી છે.