ગુજરાતમાં વરસાદે માજા મુકી છે સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને નર્મદા, ઓરસંગ, તાપી નદીનું સ્તર વધ્યુ છે ત્યારે આ દરેક નદીઓના કાંઠેના વિસ્તારના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.આ નદીઓના સ્તર વધતા પૂરની સ્થિતી સરર્જાય છે,ગામોમાં રહેનારા લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે અનેક લોકોનું સ્થળાંરત કરવામાં આવી રહ્યું છે,ત્યારે નદી પાસેના તમામ ગામોને ખાલી કરવામાં આવી રહ્યા છે
વધુ વરસાદની માઠી અસર ખાસ કરીને વડોદરા, તાપી,સુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાં પડી છે જો વરાના કલાકોમાં વરસાદ યથાવત રહેશે તો પરિસ્થિતી હજુ કથળી શકે છે,નર્મદા નદીનું સ્તર પણ સતત વધી રહ્યુ છેત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અતિ ભારે વરસાદના કારણએ નર્મદા ડેમમાં પાણીની આવક વધતી જાય છે, પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે ખોલવામાં આવતા ડેમમાંથી પાણી છોડાયું હતુ જેલે લઈને આ નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જો હજુ વરસાદ થઓભવાનું નામ ન લેય તો ગોમના લોકો પર માઠી અસર પડી શકે છે.
ત્યારે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા હથનૂર ડેમના 4દ જેટલા દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે.જેથી કીરને તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જેથી આસપાસના ગોમોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન અક્કલકુવા શહેરની વરખેડી નદીમાં પૂર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહારપૂર નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે જેને હાઈ વેને જોડતા રસ્તાઓ ઠપ્પ થઈ ગયા છે.
ત્યારે આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે.
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અને વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. કેટલાક જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી તાત્કાલીક ઘોરણે પૂરી પાડવા માટે એનડીઆરએફની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફ ની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. છે.