1. Home
  2. revoinews
  3. વ્રત કરતા લોકોને ટ્રેનની યાત્રા દરમિયાન મળશે ફરાળી ભોજન -કેટલાક સ્ટેશનો પર સુવિધા શરુ
વ્રત કરતા લોકોને ટ્રેનની યાત્રા દરમિયાન  મળશે ફરાળી ભોજન -કેટલાક સ્ટેશનો પર સુવિધા શરુ

વ્રત કરતા લોકોને ટ્રેનની યાત્રા દરમિયાન મળશે ફરાળી ભોજન -કેટલાક સ્ટેશનો પર સુવિધા શરુ

0
Social Share
  • વ્રત કરતા લોકોને હવે ટ્રેનમાં ફરાળી ભોજન મળશે
  • અનેક ફારીળી ચીજ વસ્તુઓ થશે ઉપલબ્ઘ
  • નક્કી કરેલા સ્ટેશનો પર જ મળશે આ સુવિધા
  • ઓન લાઈન એપથી કરી શકાશે ઓર્ડર
  • ભોજન આવ્યા પહેલા અને પછી બન્ને રીતે બિલ ચુકવી શકાશે

નવરાત્રીના પાવન અવસર પર હજારો લોકોએ વ્રત રાખ્યું હોય છે,તેવા સમયે તેમની યાત્રાને સુવિધાથી ભરપુર બનાવવા માટે ભારતીય રેલ્વેએ યાત્રીઓ માટે વિશેષ બંદોબસ્ત કર્યો છે.ભારતીય રેલ્વેની કેટરીન સર્વિસ આઈઆરસીટી એ કેટલાક સ્ટેશનો પર નવરાત્રીની ફરારી થાળીનું આયોજન કર્યું છે,જાણાકીર મુજબ  સુવિધા નવરાત્રી શરુ થવાની સાથે જ આપવામાં આવી છે,તો ચાલો જાણીએ આ સ્પેશિયલ ફરારી થાળી કઈ રીતે મંગાવી શકાય છે

આ રીતે તમે ફરારી ભોજનનો ઓર્ડર આપી શકો છો

યાત્રીઓ આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને આ થાળીનો ઓર્ડર કરી શકે છો, આ સિવાય તમે ઓન ટ્રેપ એપનો પણ ઉપયોગ કરી શકો છો,તમને જણાવી દઈકે તમારી યાત્રાના બે કલાક પહેલા વેલિડ પીએનઆર નંબરની સાથે તમારે ભોજનનો ઓર્ડર આપવો પડશે,યાત્રીઓ પોતાની સુવિધા અનુસાર જમવાનો ઓર્ડર કરતા પહેલા અને જમવાનું આવી ગયા પછી ભોજનનું બિલ ચુકવી શકે છે.

આ સ્ટેશનોપર મળશે  સુવિધા

આઈઆરસીટીસી દ્રારા રજુ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વ્રતનું જમવાનું રેલ્વે નેટવર્ક પર કેટલીક નક્કી કરેલી હોટલમાંથી જ મળી શકે છે, નવરાત્રીનું આ ફરાળી ભોજન આપનારા સ્ટેશનોમાં કાનપુર સેન્ટ્રલ, રતલામ, જયપુર,વઈસ રોડ,વાપી,કલ્યાણ,બોરિવલી,દુર્ગ,દૌંડ,ગ્વાલિયર,મથુરા ,નાગપુર,ભોપાલ,ઉજ્જૈન અને અહમદનગરનો સમાવેશ થાય છે.

આ ફરારી ભોજનના મેંનૂમાં સાબુદાણા,સિંઘવ મીઠૂ, શાકભાજી સાથે કેટલીક અન્ય ચીજવસ્તુઓ પણ હશે જેમાં,સાબુદાણાની ખીચડી,સુખી મખાના,સાબૂદાણા,શીંગદાણા નમકીન,આલુ ટીક્કી, નવરાત્રીની સ્પેશિયલ થાળી,જીરા આલુ, ફ્રેચ ફ્રાઈસ,ફરાળી થાળી, સાબૂદાણાના વડા,મલાઈ બર્ફી,મિલ્ક કેક,લસ્સી,સાદુ દહી વગેરે સાત્વિક ભોજનનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code