1. Home
  2. revoinews
  3. નવી ગાડીઓમાં ફાસ્ટૈગ જરુરીઃ જુની ગાડીઓને 4 મહિનાનો સમય આપવામાં આવશે
નવી ગાડીઓમાં ફાસ્ટૈગ જરુરીઃ જુની ગાડીઓને 4 મહિનાનો સમય આપવામાં આવશે

નવી ગાડીઓમાં ફાસ્ટૈગ જરુરીઃ જુની ગાડીઓને 4 મહિનાનો સમય આપવામાં આવશે

0
Social Share

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે “ હવે વાહનોમાં ફાસ્ટૈગ સ્ટીકર લગાવવું ફરજયાત છે” તેમણે જણાવ્યું હતુ કે જુના વાહન ચાલકોને ચાર મહિનાનો સમય આપવામાં આવશે ચાર મહિનાની અંદર જુના વાહનોમાં પણ આ ટૈગ હોવોજ જોઈએ ,ઉલ્લેખનિય છે કે આજ રોજ નિતિન ગડકરી આજે લોકસભામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને લાગતા સવાલોના વાબ આપી રહ્યા હતા તેજ સમયે તેમે આ વાતની રજુઆત કરી હતી.

આ સાથે સાથે નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે 22 ગ્રીન એક્સપ્રેસવે પરિયાજનાઓ પર કામ ચાલી રહ્યું છે જેના માટે ભૂમિ પૂજનનું કામ પૂર્ણ થયુ છે યોજનામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે એક છે ,ગડકરીના મુજબ આગલા અઢી વર્ષમાં આ રસ્તા મારફતે દિલ્હીથી મુંબઈનો સફર 12 કલાકમાં થઈ શકશે, આ રસ્તો અલવર , સવાઈ,માધોપુર,રતલામ,જાબુઆથી થઈને જશે તેમણે સદનમે એ પમ જણાવ્યું છે કે ડાસનાને કાનપુર હાઈવે ત્યાર બાદ કાનપુરથી લખનઉ સુધી જોડવાનું કાર્ય થી રહ્યું છે

નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સારા રસ્તા અને સુખદ મુસાફરી માટે તમારે ટોલ ચૂકવવો પડશે. મંત્રાલય વિવિધ મોડેલો પર કામ કરી રહ્યું છે જેના માટે ભંડોળ હોવું જરૂરી છે. ટૉલ ભંડોળ ઊભું કરવા માટેનો એક મહત્વપૂર્ણ સાધન છે, પરંતુ અમે ટોલમાં સ્ટોપ પેજનો સમય ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ. નીતિન ગડકરીએ કહ્યું કે અમે દેશભરમાં 786 બ્લેક સ્પોટ ઓળખી કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં 25 લાખ લાયક ડ્રાઇવરોની અછત છે તેમણે રાજગારને લઈને પણ સંસદમાં વાત કરી હતી જેમાં પ્રશિક્ષણ કેન્દ્ર ખોલીને રોજરાગી ઇભઈ કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને વધુમાં ઉમેર્યુ હતુ કે રોડ દુર્ઘટનામાં ઘણા લોકો મરી જાય છે જેને લઈને રસ્તાઓના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code