ફિલ્મ અને થિયેટર જગતના જાણીતા અભિનેતા પી સી સોમનનું 81 વર્ષની વયે નિધન
- જાણીતા ફિલ્મ કલાકારે દુનિયાને કહ્યું અલવિદા
- પી સી સોમનનું 81 વર્ષની વયે નિધન
મુંબઈ – ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અને થિયેટરના જાણીતા કલાકાર પી.સી. સોમને આજ રોજ શુક્રવારની વહેલી સવારે કેરળ ખાતે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે તેઓ ઉંમર સંબંધિત કેટલીક બીમારીઓથી પીડાતા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. સોમનએ થિયેટરમાં કામ કર્યા પછી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી. તેમણે પોતાની મનોરંજન કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે,
મશહૂર ફિલ્મ નિર્માતા અદૂર ગોપાલકૃષ્ણની ફિલ્મોમાં કામ કરનાર સોમનની તેમના પાત્ર માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના અભિનયના દિવાના માત્ર દર્શકો જ નહી પરંતુ ફિલ્મ વિવેચકો દ્વારા પણ તેમના અભિનયની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી.
પીસી સોમાને અદૂર ગોપાલકૃષ્ણનની ફિલ્મ ‘સ્વયંવરમ’, ‘વિધેયન’ અને ‘મથિલુકલ’માં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘કૌરવર’, ‘ધ્રુવમ’ અને ‘ફાયરમેન’ જેવી ફિલ્મોમાં અભિનય કરવા સાથે સોમને 300 થી વધુ થિયેટર નાટકોમાં પણ અભિનય કર્યો છે.
તેમના નિધનને લઈને કેરળના મુખ્યમંત્રી પિનરય વિજયને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને યાદ અપાવી હતી કે, ફિલ્મ અને ટેલિવિઝન સિરીયલોમાં સક્રિય સોમન કલાપ્રેમી નાટકોમાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી છે.
સાહિન-