- ટેક્સ સિસ્ટમ સુધારણા
- આવકવેરા ભરનારાઓને 3 મોટા અધિકાર આપવામાં આવ્યા
- પીએમ મોદીએ આ અંગે કરી જાહેરાત
- જેમાં એક ફેસલેસ અપીલની પણ સુવિધા આપવામાં આવી
- અધિકારી અંગે કોઈને જાણકારી નહી હોય
ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને વેરા પ્રણાલીમાં પારદર્શિતાને વધારવા માટે વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ એક ખાસ પ્લેટફોર્મનો આરંભ કર્યો છે, આ પ્લેટફોર્મનું નામ ‘પારદર્શક કરવેરા આપવામાં આવ્યું છે, જેના થકી કરદાતાઓને ત્રણ પ્રકરાની ભેટ આપવામાં આવી છે. જેમાંથી એક છે ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર ચાર્ટરનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ ટેક્સપેયરને આપેલી ત્રણ ભેટ થકી ટેક્સ વિવાદ માટે ફેસલેસ અપીલસની વ્યવસ્થા આ વર્ષની 25 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે.
શું છે ફેસલેસ અપીલની સુવિધા – અને તેના ફાયદાઓ
- ફેસલેસ અપીલની સુવિધા આવર્ષ દરમિયાન 25 સપ્ટેમ્બરના રોજ દીન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ પર કરવામાં આવશે.
- આ સુવિધા મારફત ભ્રષ્ટાચાર અને મનમાનીને રોકવાના પ્રયત્ન કરાશે.
- આ સુવિધા અતંર્ગત આવકવેરા ચૂકવનારને કોઈ ફરીયાદ હોય તો તેના માટે રેન્ડમ રીતે પસંદ કરવામાં આવેલા ઓફિસર પાસે અપીલનો અધિકાર હશે.
- આ અધિકારી વિશે કોઈને જાણકારી નહી હોય
- આયકરદાતાએ આ માટે કોઈ પણ કાર્યાલયના ચક્કર લગાવવાની જરુર નહી પડે.
- આ માટે કરવામાં આવેલ અપીલનો અતિંમ નિર્ણય અધિકારીઓની ટીમ દ્વારા કરાશે.
- સમિક્ષા કરવાનો અધિકાર પણ કરદાતાઓને હશે.
- જો કે, ગંભીર ગુના, મોટી કરચોરી, આંતરરાષ્ટ્રીય કર બાબતો અથવા દેશ પ્રત્યે સંવેદનશીલ મુદ્દાઓ વગેરેના કિસ્સામાં, આ સુવિધાને લાભ નહી મળે
દેશના વડાપ્રધાને આ મામલે છેલ્લા કેટલાક સમયથી ધ્યાન આપ્યું છે,આ નવી યાત્રાની શરુઆત છે,હવે ઈમાનદારીની ગણના થશે તેનું સમ્માન થશે,એક ઈમાનદાર કરદાતા રાષ્ટર્ નિર્માણમાં પોતોની મહત્વની ભૂમિકા ભજવે છે,આજથી શરુ થઈ રહેલી નવી સુવિધાઓ ન્યુનતમ સરકાર – મહત્તમ શાસનને આગળ ધપાવે છે. પીએમએ કહ્યું કે આનાથી સરકારની દખલ ઓછી થશે.કરદાતાઓને આ ફેસલેસ અપીલથી ફાયદો થશે.
_SAHIN