સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં પીજી મેડિકલમાં પ્રવેશ માટે EWS સ્ટૂડન્ટ્સને 10% અનામત આપવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આર્થિક રીતે પછાત વર્ગને મળનાર 10 ટકા અનામત શૈક્ષણિક સત્ર 2019-20માં મહારાષ્ટ્રના પીજી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશમાં લાગુ નહીં થાય, કારણ કે આ જોગવાઈના પ્રભાવી થતા પહેલા જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની અવકાશ પીઠે કહ્યું છે કે ઈડબ્લ્યૂએસ માટે 10 ટકા અનાત અન્યોની કિંમતે આપી શકાય નહીં. જ્યાં સુધી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વધારે બેઠકોનું સર્જન કરતી નથી, આ કોટાને લાગુ કરી શકાય નહીં.
ખંડપીઠે રેખાંકીત કર્યુ કે પીજી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશન પ્રક્રિયા નવેમ્બર-2018માં શરૂ થઈ હતી, જ્યારે ઈડબ્લ્યૂસીને 10 ટકા અનામત આપવા માટે 103મા બંધારણીય સંશોધનને જાન્યુઆરી-2019માં પારીત કરવામાં આવ્યું હતું. ખંડપીઠે કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે પીજી મેડિકલ કોલેજોમાં 10 ટકા ઈડબ્લ્યૂએસ અનામતને માર્ચ – 2019માં લાગુ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યુ છે કે હાલ પ્રવેશ પ્રક્રિયામાં ઈડબ્લ્યૂએસ હેઠળ 10 ટકા અનામત આપી શકાય નહીં. ખેલ શરૂ થયા બાદ તમે ખેલના નિયમોને બદલી શકો નહીં.
મહત્વપૂર્ણ છે કે 27મી મેના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલના પ્રવેશમાં ઈડબ્લ્યૂએસ વર્ગને દશ ટકા અનામત આપવાના નિયમને લાગુ કરવા માટે દાખલ અરજી પર સુનવણી કરતા એમસીઆઈ અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી. અરજી જનહિત અભિયાન નામની સંસ્થા અને ત્રણ અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી.