
- સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપી વાયરલ થઇ રહ્યો છે
- વીડિયોમાં દેડકાને સાપનો શિકાર કરતા જોઇ શકાય છે
- આ વીડિયોને અત્યારસુધીમાં 22 હજાર 400થી વધુ વ્યૂઝ મળ્યા
આપણે અત્યારસુધી સાંભળ્યું હશે કે જોયું હશે કે સાપ દેડકાને ખાઇ જાય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખરેખરમાં ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી છે એટલ કે એક દેડકાએ સાપનો શિકાર કર્યો છે. ચોંકી ગયા ને? જી હા, જો તમને પણ માનવામાં ના આવતું હોય તો આ વીડિયો જોઇ શકો છો.
જુઓ વીડિયો:
Frog swallows a snake
Everything is possible in food chain in the wild pic.twitter.com/yFJagDhUo5— Susanta Nanda IFS (@susantananda3) November 24, 2020
આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક લીલા રંગનો દેડકો સાપને તેના મોઢામાં પકડી રાખે છે અને તેને ખાઇ રહ્યો છે. લોકો પણ આ વીડિયો જોઇને અચંભિત થઇ રહ્યા છે. ભારતીય વન સેનાના અધિકારી સુશાંત નંદાએ આ વીડિયો તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે. આ વીડિયોને અત્યારસુધીમાં 22 હજાર 400થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને સાથે જ 1900 જેટલા લાઇક્સ અને તેને 370થી વધુ વાર શેર કરવામાં આવ્યું છે. આ વીડિયો માત્ર 25 સેકન્ડનો છે.
(સંકેત)