Site icon hindi.revoi.in

વરસતા વરસાદમાં’ મન્ચાઉ સુપ’ની મજા ઘરે જ માણો – માત્ર થોડી જ મિનિટોમાં થઈ જશે રેડી

Social Share

સાહીન મુલતાની-

ચોમાસાની સિઝન હોવાથી શરદીની ફરીયાદ સૌ કોઈને રહે છે, આવા ઠંડા વાતાવરણમાં શરદી થવાની શક્યતાઓ વધુ હોય છે,અને વરસતા વરસાદમાં આપણને કંઈક ગરમ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે, વરસાદના કારણે આપણે બહાર પણ જઈ શકતા નથી તેવા સમયે આપણે ઘરે જ અનેક પ્રકારના સુપ બનાવતા શીખી લેવા જોઈએ, તો ચાલો આજે આપણે વરસતા વરસાદમાં ગરમા ગરમ મન્ચાઉ સુપ બનાવવાની રીત જોઈએ, જે બિલકુલ રેસ્ટોરન્ટ જેવું ખુબ જ ટેસ્ટી હશે અને આ ગરમ સુપથી શરદીમાં રાહત પણ મળશે.

મન્ચાઉ સુપ બનાવાની સામગ્રી – ( 4 બાઉલ બનાવવા માટેની)

મન્ચાઉ સુપ બનાવવાની રીત – સૌ પ્રથમ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈલો અને આ પાણીમાં બે ચમચી કોર્નફ્લોર નાખીને બરાબર મિક્સ કરીને રહેવા દો,

હવે એક કઢાઈ કે તપેલીમાં બે ચમચી તેલ ગરમ થવાદો તેલ ગરમ થયા બાદ ગેસની ફ્લેમ ઘીમી કરીને કઢાઈમાં જીરુ અને કાંદા સાંતળો, ત્યાર બાદ તેમાં કેપ્સિકમ મરચું, આદુ ,લસણ અને તીખુ લીલુ મરચું એડ કરીને સાંતળી લો , આ તમામ મસાલાને બે થી ત્રણ મિનિટ સુધી બરાબર સાંતળવા દો , હવે આ મસાલામાં રેડ ચીલીસોસ, ગ્રીનચીલીસોસ, સોયાસોસ,મીઠું, મરીનો પાવડર અને આજીનોમોટો એડ કરીને બરાબર મિક્સ કરવું,ધ્યાન રાખવું ગેસની ફ્લેમ ધીમી જ રાખવી જેથી કરીને મસાલો કઢાઈમાં ચોંટે નહી, હવે પહેલાથી તૈયાર કરેલું કોર્નફ્લોર વાળા પાણીને ફરીએક વાર ચમચી વડે હલાવીને આ કઢાઈમાં એડ કરી દેવું, હવે ગેસને ઘીમી આચ પર જ રાખવો અને 3 થી 4 મિનિટ આ મન્ચાઉ સુપને બરાબર  ચમડા વદે હલાવીને ઉકળતા રહેવું, 3-4 મિનિટ થઈ ગયા બાદ હવે સુપમાં લીલા ધાણા એડ કરીને કઢાઈને ગેસ પરથી ઉતારી લો, તૈયાર છે ગરમાં ગરમ મન્ચાઉ સુપ,તમે ફ્રાઈડનૂડલ્સ સાથે સર્વ કરી શકો છો.

Exit mobile version