- કોરોના વેક્સિનની તમામ અડચણોનો અંત
- ત્રણ ડોઝ સાથે શરુ થશે રસીકરણ
દિલ્હી- : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આપણો દેશ ભારત કોરોનાને મ્હાત આપવામાં અને તેમાંથી બહાર નીકળવામાં એક પગલુ આગળ વધ્યું છે. કોરોના વાયરસની વેક્સિન સાથે જોડાયેલી લગભગ બધી સમસ્યાઓનો હવે અંત આવી ચૂક્યો છે. નીચા તાપમાનને લીધે હવે નવી કોલ્ડચેઈનની અનિવાર્યતા રહેશે નહી ,ભારત દેશ આવનારા નર્ષમાં ત્રણ જુદા જુદા વેક્સિનના ડોઝ સાથે વિશ્વના સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરુ કરશે
રસીકરણ અંગે કેન્દ્ર સરકારના તમામ નિષ્ણાતો સાથે સોમવારના રોજ મળેલી બેઠકમાં રણનીતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન નેશનલ ટાસ્ક ફોર્સના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓની પણ ઉપસ્તિથિ જોવા મળી હતી. બેઠકમાં લીધેલા નિર્ણયો મોડી સાંજ સુધી પીએમને મોકલવામાં આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશના મુખ્યમંત્રીઓ સાથે આ વ્યૂહરચના અંગે ચર્ચા કરનાર છે.
સોમવારના રોજ યાજાયેલી બેઠકમાં તમામ નિષ્ણાંતો સાથે રસીકરણને લઈને અનેક બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે રાજ્યોએ વેક્સિન ખરીદવાની જરૂર નથી અને કેન્દ્રમાંથી સમાનતાનો અધિકાર રાખીને તમામ રાજ્યોને દરરોજ સમાન સંખ્યામાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં લોકોની સંખ્યા વધુ હોવાને કારણે, ત્યાંની સરકારોને વધુ સારી વ્યૂહરચના પર કામ કરવાની સલાહ આપવામાં આવશે.
બાયોટેક વેક્સિન પણ પરિક્ષણ હેઠળ
આ સાથે જ એસ્ટ્રાજેનેકાના પરિણામો સંતોષકારક તેમજ 70 થી 90 ટકા અસરકાર હોવાનું જાણવા મળ્યું છે અને ભારત બાયોટેકની વેક્સિનનું પણ અંતિમ પરીક્ષણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકાર આ બંને કંપનીઓની વેક્સિનને લઈને આગળ વધશે.
સાહીન-