જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે.
બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.
આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર બસસેવા પણ બંધ કરી હતી. ભારતીય રાજદ્વારીઓએ પણ પાકિસ્તાન છોડી દીધું છે. તો પાકિસ્તાને ભારત સાથે વેપાર પણ બંધ કર્યો છે.