1. Home
  2. revoinews
  3. બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ – અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક કોરોના પોઝિટિવ
બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ – અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક કોરોના પોઝિટિવ

બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ – અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક કોરોના પોઝિટિવ

0
Social Share
  • એક્ટર સતીષ કોશિક કોરોના પોઝિટિવ
  • ટ્વિટ કરીને આપી માહિતી

મુંબઈ -બોલિવૂડ જગતમાં પણ કોરોના મહામારીએ ફરી એકવાર પગપેસારો કર્યો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સેલેબ્સના અવારનવાર સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હવે અભિનેતા અને દિગ્દર્શક સતિષ કૌશિકને કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી રહી છે.. સતીષ કૌશિકે આ બાબતે પોટાના ટ્વિટર પર માહિતી  ચાહકો સાથે શેર કરી છે.

સતીષ કૌશિકે ટ્વિટ કરીને તેઓ કોરોનાગ્રસ્ત હોવાની માહિતી આપી હતી અને લખ્યું હતું કે ‘કૃપા કરીને ધ્યાન રાખો, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. વિતેલા દિવસોમાં જે પણ લોકો મારા સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારી કોરોના તપાસ કરાવો. મેં મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી  છે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર. ‘

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સતિષ કૌશિકે જાન્યુઆરી મહિનામાં ફિલ્મ ‘કાગજ’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યું હતું અને તેમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય અભિનેતા અને દિગ્દર્શક સતિષ કૌશિકે ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2020 ની શરૂઆતમાં, વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ માં, સતિષ કૌશિકે મનુ મુન્દ્રાની ભૂમિકા ભજવી હતી અને ‘ખાલી પીલી’, ‘છલાંગ’ અને ‘બાગી 3’ ફિલ્મોમાં જનરે પડ્યા હતા.

આ સાથે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે,તાજેતરમાં જ અભિનેત્રી રિતુપર્ણા સેનગુપ્તાએ તે કોરોનાગ્રસ્ત હોવાની માહિતી આપી હતી. આ પહેલા તારા સુતારિયા, મનોજ બાજપેયી, આશિષ વિદ્યાર્થિ, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી અને સિદ્ધંત ચતુર્વેદી પણ કોરોના સંક્રમિત થી ચૂક્યા છે

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code