અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતાનો આચકો 3.1 નોંધાયો હતો. તેમજ અંજારના દૂધઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
કચ્છના અંજાર અને તેના આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ 5.25 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનો આંચકો 3.1ની તીવ્રતાનો નોંધાયો હતો. વહેલી સવારે જ ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં નથી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવે છે. તાજેતરમાં જ એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા આવ્યાં હતા.