- શરદ પવારે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
- સહકારી બેંકોનું ખાનગી કરણ અટકાવવા જણાવ્યું
- ખાનગી કરણ રોકવાની શરદ પવારની વિનંતી
- બેંકો મજુર વર્ગ અને ગ્રામીણ લોકોની મદદ કરે છે
દેશમાં અનેક ક્ષેત્રમાં હાલ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે, જેમાં છેલ્લા ઘણા દિવસોથી બેંકોને મર્જ કરવાની વાત અને તેનું ખાનગીકરણ કરવાની વાત વાયુવેગ પ્રસરી રહી છે,આ પહેલા પણ ટ્રેનોનું ,ફ્લાઈટ સેવાઓનું અને પટ્રોલિયમના ખાનગીકરણની બાબતો સામે આવી હતી ,ત્યારે હવે બેંકોના ખાનગીકરણને લઈને પૂર્વ પ્રધાનમંત્રી શરદ પવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખ્યો છે
કેન્દ્ર સરકાર દ્રારા ઘણા સમયથી બેંકોનું વિલીનીકરણ અને ખાનગીકરણ કરાવા બાબતે સહમતિ દર્શાવી રહી થે ત્યારે આસ થિતિમાં શરદ પવારે ચિંતા વ્યક્ત કરી છે,અને આ સમગ્ર મામલે વડાપ્રધાન મોદીને આ પત્ર લખ્યો હતો. શરદ પવાર દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સહકારી બેંકો દેશનાં અનેક ગામડાંઓની કરોડરજ્જુ સમાન હતી એટલે એમની હાલની સ્થિતિ યથાવય રાખવી જોઈએ, આ સિવાય સહકારી બેંકો ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સાક્ષરતા વધારી રહી છે માટે ગ્રામ વિસ્તારોના લોકોને અનેક સરકારી બેંકોનો લાભ સમજાવવાની પ્રક્રિયા આ પ્રકારની બેંકો દ્વારા જ કરવામાં આવતી હોય છે
ઉલ્લેખનીય છે કે વિતેલી 15મી ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન મોદી દેશવાસીઓનું સંબોધન કરતા સમયે કહ્યું હતું કે, હવે સહકારી બેંકોને પણ રિઝર્વ બેંકના તાબા હેઠળ લાવવામાં આવી રહી હતી. ત્યારે આ બાબતે શરદ પવારે લખ્યું હતું કે, સહકારી બેંકોમાં પણ નાણાંકીય બાબતોનું પાલન હોવું જોઈએ, આ પ્રકારનું સરકારી વલણ પ્રશંસાને પાત્ર છે પરંતુ હાલની જે સ્થિતિ છે તેને જોતા સહકારી બેંકોના માળખાને તેમજ તેની સ્થાનને યથાવત રાખવું હીતાવહ છે.
આ ઉપરાતં તેમણ જણાવ્યું હતું કે,રિઝર્વ બેંક સહકારી બેંકો પર સંપૂર્ણ નિયંત્રણ રાખે એ યોગ્ય બાબત નથી. પવારે લખ્યું હતું કે સહકારી બેંકો ખેતમજૂરો, ખેડૂતો અને ગામડાંની પ્રજા માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.દેશનાં સેંકડો હજારો ગામડાંના આર્થિક વ્યવહારો સહકારી બેંકો દ્વારા થતા આવ્યા છે,આ રીતે ગ્રામીણ અર્થતંત્રને સજાગ રાખવામાં સહકારી બેંકોએ અત્યાર સુધી મહત્નો ભાગ ભજવ્યો છે. સહકારી બેંકોનું ખાનગીકરણ ન કરવાની પવારે વડા પ્રધાનને આજીજી કરી છે.
પૂર્વ મંત્રી શરદ પવારે દલીલ કરી છે કે,સહકારી બેંકોનું ખાનગીકરણ કરવાથી નાણાંકીય ગેરરીતી અચાનક અટકી જશે તે વાત ખોટી છે,પવારે રિઝર્વ બેંકના આંકડા ટાંકીને કહ્યું હતું કે વર્ષ 2019-20માં નહીવત અટલે કે ખુબ ઓછા પ્રમાણમાં આર્થિક ગેરરીતિ સહકારી બેંકોમાં જ થઈ હોવાની વાત રજુ કરવામાં આવી હતી અને આ વાત રિઝર્વ બેંક દ્રવારા જ જાહેર કરાઈ હતી.
સાહીન-