માર્ક એસ્પર અમેરિકાના નવા કાર્યવાહક સંરક્ષણ પ્રધાન હશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને નવા સંરક્ષણ પ્રધાન તરીકે પંસદ કર્યા છે. વ્હાઈટ હાઉસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે પ્રવર્તમાન સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર હાલ સંરક્ષણ મંત્રાલયના હંગામી પ્રમુખ હશે.
આ સપ્તાહે સંરક્ષણ પ્રધાન તરીકે નામિક પેટ્રિક શાનહાને અંગત કારણોસર સેનેટની નિમણૂકની પુષ્ટિ માટેની સુનાવણી પહેલા જ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બાદમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે માર્કને સંરક્ષણ સચિવ બનાવ્યા અને તેના સંદર્ભે 18 જૂને જ ટ્વિટ કર્યું હતું.
માર્ક એસ્પર હાલ કાર્યવાહક સંરક્ષણ પ્રધાન તરીકે પદ સંભાળશે. ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે, માર્ક એસ્પર રવિવારે કાર્યવાહક સંરક્ષણ પ્રધાન તરીકે કામ કરવાનું શરૂ કરશે. તેની સાથે જ ટ્રમ્પે ડેવિડ નોર્વિસ્ટને પેન્ટાગનના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વપૂર્ણ છેકે માર્ક એસ્પર એખ ભૂતપૂર્વ સૈનિક છે અને ઈરાકના ખાડીયુદ્ધમાં તેઓ સામેલ થઈ ચુક્યા છે. તેઓ કાર્યવાહક સંરક્ષણ પ્રધાન તરીકે કામ કરી રહેલા પેટ્રિક શાનહાનનું સ્થાન લેશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવાને લને 18 જૂને ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં ટ્રમ્પે માર્ક એસ્પરને જાણતા હોવાની અને તેમના દ્વારા સંરક્ષણ પ્રધાન તરીકે સારું કામ કરવાની વાત કહી હતી. ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે હું માર્કને જાણું છું અને મને કોઈ શંકા નથી કે તેઓ ઘણું સારું કામ કરશે.
ટ્રમ્પે બાદમાં પત્રકારોને કહ્યુ હતુ કે માર્ક એસ્પરને સ્થાયીપણે સંરક્ષણ પ્રધાન તરીકે પણ નામિત કરી શકાય છે. તેમણે કહ્યુ હતુ કે માર્ક એસ્પર માટે આ બધું ઘણું જલ્દી થઈ શકે છે. તે અનુભવી છે, અમે જે વસ્તુઓ માટે લાંબા સમયથી વાત કરી રહ્યા છીએ, તે તેમની પાસે જ રહે છે.
માર્ક એસ્પરને કાર્યવાહક સંરક્ષણ પ્રધાન તરીકે નામિત કરતા પહેલા ટ્રમ્પે પેટ્રિક શાનહાનને લને ટ્વિટ કર્યું હતું. તેમણે સંરક્ષણ પ્રધાન તરીકે પેટ્રિક શાનહાનના કામની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતુ કે સંરક્ષણ સચિવ પેટ્રિક શાનહાનનું કામ શાનદાર હતું. તેમણે પોતાના પદ પર આગળ સેવા વિસ્તાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તેઓ તેમના પરિવારને વધુ સમય આપી શકે.
મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ પ્રધાન તરીકે નામિત પેટ્રિક શાનહાને અંગત કારણોને ટાંકીને સેનેટ નિયુક્તિની પુષ્ટિની સુનાવણી પહેલા જ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આનાથી કેટલાક જૂના ઘા તાજા થઈ જશે, જેનાથી તેમના બાળકોને ઘણી તકલીફ થશે. તેમણે આ ઘાને ભરવામાં વર્ષોનો સમય આપ્યો છે.