નવી દિલ્હી: દેશમાં ડીઝલની કિંમતો હવે પેટ્રોલને પણ પાછળ છોડી ચુકી છે. દૈનિક ધોરણે બદલનારા મૂલ્યના ક્રમમાં ધીરેધીરે ડીઝલની કિંમતો પેટ્રોલની સરખામણીમાં ઘણી ઝડપથી વધી છે. જો કે પેટ્રોલની કિંમત પણ ગ્રાહક માટે રાહત આપનારી નથી. હજીપણ પેટ્રોલની કિંમત તેના અસલ મૂલ્યથી બેગણી છે. તેવામાં સકરારની ઝોળી પણ ખૂબ માલામાલ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે જીએસટીથી મળનારા કુલ પરોક્ષ કરનો અડધો હિસ્સો પેટ્રોલ અને ડીઝલમાંથી આવી રહ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે, પેટ્રોલની વાસ્તવિક કિંમત 33.91 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે તેને ગ્રાહકોના 72.96 રૂપિયા પ્રતિ લિટરના હિસાબથી વેચવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગનારી એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્યોના વેટમાં ઘણું અંતર છે.
સરકારે પેટ્રોલની કિંમતોને 2010માં નિયંત્રણ મુક્ત કરી દીધી, જ્યારે ડીઝલની કિંમતોને 2014માં નિયંત્રણમુક્ત કરી દીધી હતી. 16 જૂન-2017થી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દૈનિક ધોરણે પરિવર્તન થઈ રહ્યા છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગનારો કુલ ટેક્સ 34.5 રૂપિયા પ્રતિ લિટરમાં એક્સાઈઝ ડ્યૂટી 20 રૂપિયા, વેટ ચાર્જિસ 15.51 રૂપિયા અને ડીલરનું કમિશન 3.56 રૂપિયા છે. તેમા વેટની કિંમતો રાજ્ય પ્રમાણે બદલાય જાય છે. મહત્વપૂર્ણ છે કે 2014 બાદથી પેટ્રોલ અને ડીઝલ પર લાગનારી એક્સાઈઝ ડ્યૂટીને 10 વખત વધારવામાં આવી છે. જ્યારે તેમાં કાપ માત્ર બે વખત જ કરવામાં આવ્યો. આજના પરિવેશમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બે રૂપિયા પ્રતિ લિટર સેસ લાગુ કર્યો હતો. તેના સિવાય એક રૂપિયા પ્રતિ ટન કસ્ટમ અથવા આયાત શુલ્ક ખનીજતેલ પર લાગુ કરીને તેને વાર્ષિક 28 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું.
પેટ્રોલ-ડીઝલ દ્વારા કેન્દ્ર સરકારને ઘણી આવક થઈ છે. જો કે તુલનાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે, તો રાજ્ય સરકારોને કેન્દ્રની જેમ લાભ મળ્યો નથી. નવેમ્બર-201 અને જાન્યુઆરી-2016 વચ્ચે કેન્દ્ર સરકારે 9 વખત એક્સાઈડ ડ્યૂટી વધારી છે. જેમાં પેટ્રોલ 11.7 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 13.47 રૂપિયા પ્રતિ લિટર હતા. ઓક્ટોબર-2018માં એક્સાઈઝ ડ્યૂટીમાં 1.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના સિવાય 2017માં પણ સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાનો વધારો પાછો લીધો હતો. આ તમામ કવાયતોને કાણે કેન્દ્ર સરકારને એક્સાઈઝ ડ્યૂટી દ્વારા પેટ્રોલ અને ડીઝલથી મળનાર રેવન્યૂમાં 2013-14 અને 2016-17ની વચ્ચે 46 ટકાનો વધારો થયો.