Site icon hindi.revoi.in

જન્માષ્ટમીએ ભક્તો દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

Social Share

અમદાવાદઃ તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જો કે, કદાચ ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે. તા. 10મી ઓગસ્ટથી તા. 13મી ઓગસ્ટ સુધી મંદિર ભક્તોના દર્શન માટે બંધ રાખવો નિર્ણય લેવામાં આવે છે. જન્માષ્ટમીના પર્વ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે,

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી ઉપર અંદાજે દોઢ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવે છે. જો કે, ચાલુ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે નિત્યક્રમ અનુસાર રોજિંદા શ્રૃંગાર યથાવત્ત રહેશે.

દ્વારકા મંદિરના પુજારી પ્રણવભાઇએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાને અમે બીરદાવીએ છીએ. બહારથી આવનારા યાત્રીઓ કોરોના સંક્રમિત હોઇ શકે. તેથી દ્વારકામાં તેમનો પ્રવેશ નિષેધ હોવો જરૂરી છે. જો કે, દ્વારકાના સ્થાનિકોને આ લાભથી વંચીત રાખવા યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારના નિયમોને આધિન તંત્રે આ વિષય પર ફરી વિચાર કરવો જોઇએ.

Exit mobile version