1. Home
  2. revoinews
  3. રાજધાની દિલ્હી વરસાદની ઝપેટમાં-રસ્તા પણ ભરાયા પાણી તો ટ્રાફીકની લાગી લાંબી લાઈન- બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજધાની દિલ્હી વરસાદની ઝપેટમાં-રસ્તા પણ ભરાયા પાણી તો ટ્રાફીકની લાગી લાંબી લાઈન- બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજધાની દિલ્હી વરસાદની ઝપેટમાં-રસ્તા પણ ભરાયા પાણી તો ટ્રાફીકની લાગી લાંબી લાઈન- બે દિવસ ભારે વરસાદની આગાહી

0
Social Share
  • દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા
  • નાના મોટા સાધન ફસાવવાની અનેક ઘટના સામે આવી
  • દિલ્હી એનઆરસીમાં ભારે વરસાદ
  • રસ્તાઓ પર પાણી ભરાતા લોકો હેરાન
  • આવનારા બે દિવસ સુઘી વરસાદની આગાહી

દિલ્હી એનઆરસીમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાની સાથે ભારેથી અતિભારે વરસાદનું આગમન થયું છે ,જો કે વરસાદથી ગરમીમાં રાહત મળી છે પરંતુ તેની આડઅસર રુપે સમગ્ર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પાણી ભરાયા હોવાના કારણે લોકોએ ટ્રાફીકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ પણ દિલ્હી એનઆરસીમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ જાણે તળાવ ભરાયાની સ્થિતિ જોવા મળી છે, તો કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક જાણે ત્યાંને ત્યાંજ અટકેલો જોવા મળી રહ્યું છે, એક જગ્યાએ કાર ડ્રાઈવર કાર સાથે ડૂબવાની તૈયારીમાં હતો જો કે તેના બચાવ થયો છે. રસ્તાઓ પર એટલી હદે પાણી ભરાયા છે કે કારમાં બેસેલા લોકોને બચાવીને કારની બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વરસતા વરસાદથી પાણી રસ્તાઓ પરથી ઓછૂ થવાનું નામ નથી લેતું અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થયેલો જોવા મળી રહ્યો છે, સવારથી લઈને બપોર સુધીમાં વરસાદ વાળા વિસ્તારોમાં ટ્રક,ઓટો રિક્ષા તેમન કાર ફસાઈ હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

દિલ્હી આરટીઓમાં ટ્રાફિકની લાંબી લાઈન જોવા મળી રહી છે, તો બીજી તરફ રાયસીના રોડ પર પાણી ભરાયા હોવાના કારણે વાહન વ્યવહાર અટકેલો જોવા મળ્યો હતો, આ સાથે જ દિલ્હીના વિસ્તાર ત્રણ મૂર્તિ માર્ગ ,ઉદ્યોગભવન, દ્વારકા અંડરપાસ , મેઈન રેલ્વે સ્ટેશન, માણેકશો રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિક સાથે સાથે પાણી ભરાવવાની સમસ્યાએ એ વ્યાપક રુપ ધારણ કર્યું છે.

આ સમગ્ર બાબતે હવામાન વિભાગ એ આવનારા બે દિવસો સુધી દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં વધુ ભારે વરસાદની આગાહી આપી છે.આવનારા કેટલાક કલાકો માટે દિલ્હી, નોએડા, ગ્રેટર નોએડા। ,રોહતક, ગુરુગ્રામ,ગાજિયાબાદ ,ફરીદાબાદ ,પલવલ,પાનીપત અનેકરનાલ કેટલાક સ્થાનો પર મધ્યમથી ભાર વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આજે બપોર સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું,રહેણાક વિસ્તારોમાંથી લોકોનું બહાર આવવું મુશ્કેલ બન્યું છે. દિલ્હીના તુગલકાબાદમાં પાણી ભરાતા અંડરપાસને પાર કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. લોકો ગંદા પાણીમાં પડ્યા હતા. આવી અનેક ધટનાઓ પાણી ભરાયેલા રસ્તાઓ પર આજ સવારથી જોવા મળી રહી છે.

_SAHIN

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code