1. Home
  2. revoinews
  3. દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8000 થી વધુ નવા કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8000 થી વધુ નવા કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8000 થી વધુ નવા કેસ નોંધાયા

0
Social Share
  • દિલ્હીમાં કોરોના વિસ્ફોટ
  • કોરોનાના 8,593 નવા કેસ નોંધાયા
  • 85 દર્દીઓનાં નિપજ્યા મોત

રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પહેલીવાર 24 કલાકમાં 8000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં સક્રિય દર્દીઓની સંખ્યા 42,629 પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધી સક્રિય દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. દિલ્હીના કોરોના કન્ટેમેંટ ઝોનની સંખ્યા ચાર હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ 4,016 કન્ટેમેંટ ઝોન છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 8,593 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,59,975 થઈ ગઈ છે.

છેલ્લા 5 મહિનામાં મોતના આંકડા સૌથી વધુ છે. 24 કલાકમાં કોરોનાથી 85 લોકોના મોત થયા છે. રાજધાનીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 7,228 થઈ ગઈ છે. 24 કલાકમાં 7,264 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,10,118 લોકો સ્વસ્થ બન્યા છે.

દિલ્હીમાં 24 કલાકમાં 64,121 થયા ટેસ્ટ

છેલ્લા 24 કલાકમાં 64,121 ટેસ્ટ થયા છે,જેમાં આરટીપીસીર – 19,304 અને એન્ટિજન – 44,817 છે. આ કોઈપણ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટની એક સૌથી મોટી સંખ્યા છે.

રાજધાનીમાં કોરોના સંક્રમણ દર 13.4 ટકા

રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણ દર 13.4 ટકા છે. રીકવરી દર 89.16 ટકા છે. સક્રિય દર્દીઓનો દર 9.26 ટકા છે. કોરોના ડેથ રેટ 1.57 ટકા છે. હોમ આઇશોલેશનમાં 24,435 દર્દીઓ છે. અત્યાર સુધીમાં લેવામાં આવેલા કુલ ટેસ્ટોની સંખ્યા 52,62,045 છે.

ગુજરાતની સ્થિતિ શું છે

ગુજરાતમાં બુધવારે કોરોનાના 1,125 નવા કેસ નોંધાયા છે . આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1,83,844 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે 1,352 દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1,67,820 લોકો સાજા થયા છે. ત્યારે 6 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 3,779 પર પહોંચી ગયો છે. હાલમાં, 12,245 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આંધ્રપ્રદેશમાં કોરોનાના આંકડા

આંધ્રપ્રદેશની વાત કરીએ તો અહીં બુધવારે કોરોનાના 1,732 નવા કેસ નોંધાયા છે . આ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 8.4 લાખ થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે 1,761 દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.2 લાખ લોકો વાયરસના સંક્રમણથી સ્વસ્થ થયા છે. ત્યારે 14 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંક 6,828 પર પહોંચી ગયો છે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code