નવી દિલ્હી: સંસદની બરાબર સામે અને દિલ્હીના સૌથી અતિસંવેદનશીલ વિસ્તાર વિજય ચોક પર એક સ્પોર્ટ્સ ઓડી કારે આતંક મચાવ્યો. આ ઘટના વડાપ્રધાન કાર્યાલયથી થોડાક અંતરે બની છે. પોલીસે જણાવ્યું છે કે શનિવારે સવારે ચાર વાગ્યે સફેદ રંગની ઓડી કાર આવી. વિજય ચોક પર ઓડી કારના ચાલકે સ્ટંટ કરવાનું શરૂ કર્યું. હવાથી વાતો કરતી ઓડીએ વિજય ચોકના ઘણાં ચક્કર લગાવ્યા હતા. કારનો અવાજ ઘણો તેજ હતો. તેના પછી આ ઓડી કાર અહીંથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી દ્વારા કારની ભાળ મેળવવાની કોશિશો શરૂ કરી છે.
પ્રારંભિક જાણકારી પ્રમાણે, વિજય ચોક વિસ્તારમાં એક સ્પોર્ટ્સ ઓડી કારે તેજ ગતિથી સ્ટંટ કર્યા હતા. ગાડી સેફદ રંગની હોવાનું જણાવવામાં આવે છે. કારના નંબર અને તેના માલિક સંદર્ભે જાણકારી માટેની તપાસ ચાલી રીહ છે. જણાવવામાં વઆવે છે કે ઓડી કારે તેજ ગતિથી સડકો પર ચક્કર લગાવ્યા હતા. સડક પર ગાડીના ટાયરોના નિશાન મળ્યા છે. તેજ ગતિથી ચાલી રહેલી ઓડી કારના અવાજથી વહેલી સવારની નીરવ શાંતિમાં ખલેલ પેદાથઈ હતી.
ઓડી કારનો અવાજ એટલો મોટો હતો કે આસપાસના સુરક્ષાકર્મીઓ અને નાઈઠ ડ્યૂટી કરી રહેલા મીડિયાકર્મીઓ પણ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તેના પછી આ ઓડી કાર અહીંથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસ સીસીટીવી દ્વારા કારની તલાશી કરી રહી છે. જો કે અત્યાર સુધી તેમના હાથ ખાલી છે. મહત્વપૂર્ણ છે કે સંસદભવન વિસ્તારમાં ઘણી સુરક્ષા હોય છે. તેવમાં સંસદની સામે જે પ્રકારે તેજ ગતિથી કાર દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા છે, તેના કારણે સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે 13 સપ્ટેમ્બર – 2001ના રોજ સંસદ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં સંસદભવનના ગાર્ડ, દિલ્હી પોલીસના જવાન સહીત કુલ 9 લોકો શહીદ થયા હતા. તે દિવસે એક સફેદ એમ્બેસેડર કારમાં આવેલા પાંચ આતંકવાદીઓએ 45 મિનિટ સુધી સંસદભવન પરિસરમાં ગોળીબાર કર્યા હતા. જો કે સુરક્ષાકર્મીઓએ બલિદાન આપીને આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો હતો.