રક્ષામંત્રી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે-બાબા અમરનાથના કર્યા દર્શન
- રક્ષામંત્રી રાજનાથ સિંહની મુલાકાતનો બીજો દિવસ
- જમ્મુ કાશઅમીરમાં બાબા બર્ફાની કર્યા દર્શન
- સેનાએ 2 આતંકીનો કર્યો ખાતમો
ચીન ભારત વચ્ચેના લદ્દાખ સીમા વિવાદ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય તે વિસ્તારની મુલાકાતે છે.ત્યારે આજે રક્ષામંત્રીનો બીજો દિવસ છે.આજના દિવસે તેઓએ જમ્મુ-કાશ્મીરમાં અમપરનાથના દર્શન કર્યા હતા,ત્યારે આ સમયે દજમ્મુ0કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ પણ ચાલી રહી છે,જેમાં સેનૈ દ્રારા આતંકીઓને માત આપવામાં આવી રહી છે,
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન સેનાના જવાનોએ જમ્મુ કાશ્મીરમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકીઓ દ્રારા 21 જુલાઈના રોજથી આરંભ કરવામાં આવનાર અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવી હતી,જો કે આતંકીઓના નાપાક ઈરાદાઓ પર સેનાએ પાણી ફેરવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દેશના સુરક્ષામંત્રીએ આજ રોજ સીમા પર જવાનો સાથે મુલાકાત કરનાર છે,એવા વિસ્તારો કે જ્યાથી અવાર નવાર આંતકીઓ ઘૂસણખોરી કરતા રહેતા હોઈ છે ત્યા આજ રોજ તેઓ મુલાકાત કરી શકે છે,ત્યાની સ્થિતિનું નિરિક્ષણ પણ કરશે,આ સાથે જ આંતકીઓ દ્રારા કરવામાં આવતી ઘૂસણખોરીને રોકવા માટે કયા પ્રકારના પગલા લેવા જોઈએ તે અંગે પણ વાતચીત કરશે
સાહીન-