Site icon hindi.revoi.in

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફીમાં થશે ઘટાડો, વાલીઓને રાહત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. ત્યારે સ્કૂલ અને કોલેજોમાં ફીમાં ઘટાડો કરવા માટે વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીએ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સેમિસ્ટરમાં લગભગ 1800થી 7500 સુધીની ફીમાં ઘટાડો થવાની શકયતા છે. જેનો ફાયદો લગભગ 45 હજાર વિદ્યાર્થીઓને થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં વિવિધ અભ્યાસક્રમમાં ફી ઘટાડા મુદ્દે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા લગભગ 45 હજાર વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ વિદ્યાર્થીઓના પ્રથમ સેમિસ્ટરની ફીમાં અંદાજે 1800થી 7500 સુધીનો ઘટાડો કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમ અનુસાર ફીમાં ઘટાડો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક હાલત લથડી છે. અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં છે. જેથી એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ફીમાં ઘટાડો કરવાના નિર્ણયથી વાલીઓને આશિંક રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

Exit mobile version