1. Home
  2. revoinews
  3. પોલેન્ડના રસ્તાઓ પર ગુંજશે ‘હરિવંશ રાય બચ્ચન’નું નામ – બિગબી થયા ઈમોશનલ
પોલેન્ડના રસ્તાઓ પર ગુંજશે ‘હરિવંશ રાય બચ્ચન’નું નામ – બિગબી થયા ઈમોશનલ

પોલેન્ડના રસ્તાઓ પર ગુંજશે ‘હરિવંશ રાય બચ્ચન’નું નામ – બિગબી થયા ઈમોશનલ

0
Social Share
  • પોલેન્ડના રસ્તાઓ પર ગુંજશે હરિવંશ રાય બચ્ચનનું નામ
  •  બિગબી અને અભિષેક થયા ઈમોશનલ
  • આ પહેલા હરિવંશ રાય બચ્ચન માટે ચર્ચમાં પ્રાર્થના પણ રાખવામાં આવી હતી

બોલિવૂડના મહાનાયક શહેનશાહ અમિતાભ બચ્ચનના પિતા એક મશહુર કવિ તરીકે જાણીતા છે,ત્યારે હવે ફરી એક વખત અમિતાબ બચ્ચનના પિતાના નામથી પોલેન્ડના વ્રોકલા શહેરમાં પડતા એક ચોકનું નામ રાખવામાં આવનાર છે,તે વાતની જાણ અમિતાભ બચ્ચને પોતે સોશિયલ મીડિયા પર કરી છે. આ સાથે, તેમણે રામચરિત માનસની એક ચોપાઈ અને તેનો અર્થ પણ સમજાવ્યો છે. આ સાથે જ અભિષેક બચ્ચને પિતાના ટ્વીટને રીટ્વીટ પણ કર્યું છે.

 

વિતેલા વર્ષ દરમિયાન પોલેન્ડના એક ચર્ચમાં ડો.હરિવંશરાય બચ્ચન માટે પ્રાર્થના પણ રાખવામાં આવી હતી,અમિતાબ બચ્ચન પિતાને મળતા આ સમ્માનને જોઈને ભાવુક થયા હતા,તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ ફોટો પણ શેર કર્યો હતો.

બિગબીએ પિતાની આ સિદ્ધીની વાત લોકો સુધી પહોંચાડતા ટ્વિટ કરીને લખ્યું છે કે, પ્રબિસિ નગર કીજે સબ કાજા, હ્દય રાથિ કો કોલસપર રાજા…..રામ ચરિતમાનસ.સંદર કાંડ-ભાવાર્થ, અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હ્દયમાં રાખેલા નગરમાં પ્રવેયસ કરીને તમામા કાર્ય કરો,વ્રોકલો પોલ્નેડના સીટિ કાઉન્સિલે એક ચાર રસ્તાનું નામ મારા પિતીનાનનામથી રાખવાનો નિર્ણય લીધો છે

અનમિતાબ બચ્ચને પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, યુરોપના સૌથી પ્રાચીન ચર્ચોમાંથી એક પોલેન્ડમાં પિતાજી માટે પ્રાર્થના કરી, દિલને સ્પર્શ કરનાર ભાવૂક ક્ષણ, તેમની આત્માને ચોક્કસ શઆંતિ અને પ્યાર મળશે, આ સમ્માન માટે આભાર બિશપ અને પોલેન્ડની જનતા

ઉલ્લેખનીય છે કે, ત્યારે  અમિતાભ પોલેન્ડમાં તેમની ફિલ્મ ‘ચેહરે’ નું  શૂટિંગ કરી રહ્યા હતા. તેનું નિર્દેશન રૂમી જાફરીએ કર્યું છે. આવી સ્થિતિમાં, અમિતાભે ચર્ચમાં યોજાનારી પ્રાર્થનામાં ભાગ લેવા વ્યસ્તતા વચ્ચે સમય કાઢ્યો હતો . આ વર્ષે જુલાઈમાં, પોલેન્ડની એક કોલેજના વિદ્યાર્થીઓએ ડો.હરીવંશ રાય બચ્ચનની ‘મધુશાલા’ ગાયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો.

સાહીન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code