સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોવિડ કેસ સેન્ટર શરૂ કરાશે
અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજકોટના નગરજનો માટે આઈસોલેશન અને કોવિડ કેર તથા ટ્રીટમેન્ટ માટે 150 વ્યક્તિને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં હળવા લક્ષણ ધરાવતા દર્દીએ જ દાખલ કરાશે. તેમજ દર્દીને રહેવા, જમવાનું, સામાન્ય સારવાર, ડોકટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરાયો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલો ઉપર ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ બેડમાં વધારો કરવામાં આવ્યો છે.