મની લોન્ડ્રિંગ કેસ: રોબર્ટ વાડ્રાના આગોતરા જામીન રદ કરવાની EDની અરજી પર કોર્ટે માંગ્યો જવાબ
દિલ્હી હાઇકોર્ટે મની લોન્ડ્રિંગ મામલે રોબર્ટ વાડ્રાને નોટિસ જાહેર કરી છે. વાડ્રાને આ નોટિસ ઇડી (ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ઇકોનોમિક એન્ફોર્સમેન્ટ)ની તે અરજી પર મોકલવામાં આવી છે જેમાં એજન્સીએ વાડ્રાના જામીન રદ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મામલામાં આગામી સુનાવણી 17 જુલાઈના રોજ કરવામાં આવશે.
હાઇકોર્ટ પહોંચેલી ઇડાનું કહેવું છે કે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલે રોબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને ન તો એજન્સીના કોઈ સવાલનો જવાબ પણ નથી આપી રહ્યા. અત્યાર સુધી ઇડી રોબર્ટ વાડ્રાની 58 કલાક સુધી પૂછપરછ કરી ચૂકી છે.
ઇડી તરફથી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર થયેલા તુષાર મહેતાએ કહ્યું કે કારણકે રોબર્ટ વાડ્રા જાણે છે કે તેમની ધરપકડ થઈ શકે તેમનથી એટલે તેઓ કોઈ સવાલનો જવાબ નથી આપી રહ્યા. પરિણામે તેમના જામીન રદ થવા જરૂરી છે અને ઇડી તેમની અટકાયત કરીને પૂછપરછ કરવા માંગે છે.
રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે કારણકે દિલ્હી હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને નોટિસ જાહેર કરીને પૂછ્યું છે કે તેમના જામીન કેમ રદ કરવામાં ન આવે, કારણકે ઇડી તેમને અટકાયતમાં લઇને પૂછપરછ કરવા માંગે છે.
હકીકતમાં મની લોન્ડ્રિંગ મામલે દિલ્હીની નીચલી કોર્ટે રોબર્ટ વાડ્રાને જામીન આપ્યા હતા. નીચલી કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ઇડીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટમાં સોમવારે જસ્ટિસ ચંદ્રશેખરની કોર્ટમાં મામલા પર સુનાવણી થઇ. સોલિસિટર જનરલ તુષાર મહેતાને સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે આ મામલે ચાર્જસીટ દાખલ થઈ ચૂકી છે? તુષાર મહેતાએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી ચાર્જશીટ કોર્ટમાં દાખલ નથી થઈ. ત્યારબાદ કોર્ટે વાડ્રાને નોટિસ જાહેર કરીને 17 જુલાઈ પહેલા જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
ઇડીનો આરોપ છે કે લંડનમાં ખરીદવામાં આવેલી પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે અને તેમાં બ્લેકમની (કાળું નાણું)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિણામે આ મામલે ઇડી વાડ્રાને ઘણી વખત પૂછપરછ પણ કરી ચૂકી છે.