Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ કર્યો સર્વે, રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 3 દિવસથી સતત એક હજારથી વધારે સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કરવામાં આવેલા એક સર્વેમાં શહેરમાં કોનાની હર્ડ ઈમ્યુનિટી નહીં હોવાનું ખૂલ્યું હતું.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થયો છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલતુ અટકાવવા માટે મનપા દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના 7 ઝોનની કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે મનપા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસર, AMC મેટ મેડિકલ કોલેજ, NHL મેડિકલ કોલેજના મળી 10 જેટલા ડોક્ટર તેમજ પ્રોફેસરો દ્વારા તા. 16મી જૂનથી 11મી જુલાઈ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. શહેરના તમામ ઝોનમાંથી 30 હજારથી વધારે સેમ્પલ સેવામાં આવ્યાં હતા. જ્યારે  29,800 સીરો સેમ્પલમાં 5263 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. એટલે 17.61 ટકા પોઝિટિવિટી આવી હતી.

અમદાવાદમાં સીરો પોઝિટિવિટી સૌથી વધુ મધ્ય ઝોનમાં 28.43 ટકા નોંધાઈ હતી. જ્યારે ઉત્તર ઝોનમાં 27.42, પૂર્વ ઝોનમાં 23.22 ટકા, દક્ષિણ ઝોનમાં 16.15, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા અને પશ્ચિમ ઝોનમાં 10.05 ટકા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.43 ટકા નોંધાઈ હતી. મનપાની ટીમ દ્વારા એન્ટીબોટી માટે લેવાયેલા 30 હજારથી વધારે લોકોના સેમ્પલમાંથી માત્ર 17.50 ટકાની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોત તો જ હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે.