હરિયાણાના ફરિદાબાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળાદિવસે હત્યા કરી દેવામાં આવી છે. સેક્ટર-9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરી પર આઠથી દશ ગોળીઓ મારી છે.

વિકાસ ચૌધરીને સર્વોદય હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. ઘટનાસ્થળેથી 12 કાર્ટિજ જપ્ત કરાયા છે.
Haryana: Congress leader Vikas Chaudhary shot at in Faridabad. More details awaited. pic.twitter.com/m6Zqru6JOy
— ANI (@ANI) June 27, 2019
ધોળા દિવસે થયેલી હત્યાની ઘટના બાદ ફરીદાબાદની પોલીસ હરકતમાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગ એ વખતે થયું, જ્યારે વિકાસ પોતાની ગાડીમાં જિમ જઈ રહ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણીની સાથે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.
tags:
haryana
