Site icon hindi.revoi.in

ગુલામ નબી આઝાદની જમ્મુ-કાશ્મીરમાં બીજી વખત નો-એન્ટ્રી, જમ્મુથી દિલ્હી પાછા મોકલાયા

Social Share

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ એપોર્ટ પર રોકયા બાદ પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધના સૂર તેજ થઈ ગયા છે. આ ક્રમમાં ગુલામ નબી આઝાદે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને મળવાની કોશિશ કરી છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પરથી દિલ્હી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી વિપક્ષ ત્યાં જવાની કોશિશો કરી રહ્યું છે. પરંતુ કેન્દ્ર સરકાર સુરક્ષાની દ્રષ્ટિએ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કોઈપણ નેતાને ત્યાં હાલ જવા દઈ રહી નથી.

સોમવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે આર્ટિકલ-370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ખોટો ગણાવીને તેને પાછો લેવાની વાત કરી હતી. એટલું જ નહીં, એક પગલું આગળ વધતા તેમણે ટુકડે-ટુકડે ગેંગના સૂરમાં સૂર મિલાવતા કહ્યુ છે કે સુરક્ષાદળ નવયુવાનોને ઘરમાંથી બળજબરીથી ઉઠાવી જઈને કથિતપણે ટોર્ચ કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ હતુ કે હું સરકાર સમક્ષ ગત દિવસોમાં લેવામાં આવેલા ખોટા નિર્ણયને પાછો લેવાની માગણી કરું છું. સરકારના આ ખોટા નિર્ણયથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કોઈપણ ખુશ નથી. તેવામાં આર્ટિકલ-370 હટાવવા સંબંધિત નિર્ણયને પાછો લેવો જોઈએ. તેની સાથે જ ઘરોમાં નજરકેદ વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓને પણ તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. રાજ્યમાં સ્થિતિઓને સામાન્ય બનાવવા માટે શક્ય તમામ કોશિશો કરવી જોઈએ.

Exit mobile version