કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મામલો ઉઠાવ્યો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જોવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. મોદી સકરારે આગમાં હાથ નાખ્યો છે. કાશ્મીરને બચાવવું આપણી પહેલી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને સાવધાન રહેવાની અપીલ કરું છું. નહીંતર આપણે કાશ્મીરને ગુમાવી દઈશું.
દિગ્વજયસિંહે કહ્યુ છે કે અનુચ્છેદ-370 મે તમને લોકોને કહ્યુ હતુ કે જો અનુચ્છેદ-370 હટશે તો તેના ગંભીર પરિણામ હશે. જોવો, આજે કાશ્મીર સળગી રહ્યું છે. તેમણે (પીએમ મોદી) પોતાના હાથ આગમાં બાળી નાખ્યા છે. કાશ્મીરને બચાવવું આપણી પ્રાથમિકતા છે.
દિગ્વિજયસિંહે રવિવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાન પર પણ આકરી ટીપ્પણી કરી હતી. દિગ્વિજયસિંહે શિવરાજસિંહ ચૌહાનની આ ટીપ્પણી પર પલટવાર કર્યો હતો કે જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કાશ્મીરની હાલની સ્થિતિ માટે દોષિત ઠેરવ્યા હતા. દિગ્વિજયસિંહે કહ્યુ હતુ કે શિવરાજસિંહ ચૌહાન, જવાહરલાલ નહેરુના પગની ધૂળ પણ નથી.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પણ શિવરાજસિંહ ચૌહાનના નિવેદનની ટીકા કરી હતી.
કમલનાથે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેમણે આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવે છે, જેમણે આઝાદી માટે સંઘર્ષ કર્યો, જેમના કરવામાં આવેલા કાર્ય અને દેશહિતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના મૃત્યુના 55 વર્ષ બાદ આજે અપરાધી કીહીને સંબોધિત કરવા, બેહદ વાંધાજનક અને નિંદનીય છે.