1. Home
  2. revoinews
  3. હારથી તૂટી હિંમત, કોંગ્રેસ-NCP અપનાવી શકે છે વિલયનો ફોર્મ્યુલા
હારથી તૂટી હિંમત, કોંગ્રેસ-NCP અપનાવી શકે છે વિલયનો ફોર્મ્યુલા

હારથી તૂટી હિંમત, કોંગ્રેસ-NCP અપનાવી શકે છે વિલયનો ફોર્મ્યુલા

0
Social Share

ચૂંટણીમાં સતત હાર અને ઘણા કદાવર નેતાઓના ભાજપ અથવા શિવસેનામાં ગયા પછીથી મહારાષ્ટ્ર કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીમાં હલચલ મચેલી છે. એવામાં એનસીપીના કોંગ્રેસમાં વિલયની વાતો જોર પકડી રહી છે. તેના પક્ષમાં દલીલ આપવામાં આવી રહી છે કે ફક્ત સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાને કારણે જ કોંગ્રેસમાંથી નીકળીને એનસીપી બની હતી. આ ઉપરાંત બંનેની વિચારધારા અને રીતભાતમાં રત્તીભરનો પણ ફરક નથી.

બંનેએ કેન્દ્ર અને રાજ્યમાં સરકાર પણ ચલાવી. બીજી બાજુ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો પણ ખતમ થઈ ગયો છે. સાથે જ પહેલા બંને પક્ષો મહારાષ્ટ્રમાં બરાબરીની તાકાત રાખતા હતા, ત્યારે વિલય શક્ય નહોતો. બંને દળના નેતાઓ અને કાર્યકર્તાઓની લાંબી યાદીને એક પક્ષમાં લાવવું ઘણું મુશ્કેલ હતું, પરંતુ હવે બંને કમજોર છે. એવામાં ચર્ચા છે કે આ જ વર્ષે થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બંને એક થઈને લડાઇ લડે તો વધુ સારું રહેશે.

કોંગ્રેસને મળી જશે વિપક્ષના નેતાનું પદ

ફેંસલો તો કોંગ્રેસ અને એનસીપીના હાઇકમાન કરશે, પરંતુ બંને પક્ષના નેતાઓમાં જોરશોરથી ચર્ચા છે કે હવે એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ જવો જોઈએ. આ વિલયનું સૂચન કરનારા નેતાઓ બંને પક્ષોમાં છે પરંતુ હાઇકમાનનું વલણ સ્પષ્ટ થયા વગર ખુલીને બોલતા નથી. પાર્ટીના નેતાઓએ અંદરખાને પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે, જે હેઠળ વિલય થવા પર એનસીપી સુપ્રીમો શરદ પવારને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે. તેનાથી વિપક્ષીય એકતાને પવાર ધાર આપશે. બીજી બાજુ લોકસભામાં એનસીપીના 5 સાંસદોના વિલયથી કોંગ્રેસ સભ્યોની સંખ્યા પણ વધીને 57 થઈ જશે અને તેને વિપક્ષના નેતાનું પદ પણ મળી જશે, જેના પર રાહુલ પોતે સવાર થઈને મોદી સરકારનો મુકાબલો કરી શકે છે.
એનસીપીને કેન્દ્રમાં મળશે ફાયદો

હકીકતમાં શરદ પવારની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં એનસીપીની પાસે રાષ્ટ્રીય સ્તરનો કોઈ ચહેરો હાલ નથી. પવારના ભત્રીજા અજીત પવાર રાજ્યના રાજકારણમાંથી બહાર નથી નીકળ્યો અને નથી નીકળવા માંગતો. અત્યાર સુધી પવારની દીકરી સુપ્રિયા સુલે કેન્દ્રની રાજનીતિમાં પવાર જેવું કદ બનાવી નથી શકી એટલે જો સુપ્રિયાને કોંગ્રેસ કેન્દ્રની રાજનીતિમાં સારી પોસ્ટ પર રાખવાનું વચન આપે તો વાત બની શકે છે. જોકે બંને દળોના હાઇકમાન ઇચ્છે છે કે આ વિલય ઉપરથી થોપવામાં આવ્યો છે એવું ન દેખાય પરંતુ નીચે કાર્યકર્તાઓમાંથી આ અવાજ ઉઠે.

આ જ કારણ છે કે આ મુદ્દે નેતા કંઇપણ બોલવામાંથી બચી રહ્યા છે અને બંને દળોના હાઇકમાન હાલ થોભો અને રાહ જુઓની નીતિ પર અમલ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code